સુરતમાં ગણેશજીનું સરઘસ રોકવા મુદ્દે બબાલ, ૨ યુવકો પર ચપ્પુથી હુમલો; સીસીટીવીથી આરોપીઓની શોધખોળ

શહેરના પાંડેસરા વિસ્તારમાં ગણેશોત્સવના સરઘસ દરમિયાન ડીજે નું વાહન ગલીમાંથી પસાર કરવા મુદ્દે વિવાદ બાદ બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. પાંડેસરા પાણીની ટાંકી નજીક બનેલી આ ઘટનામાં બંને યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, ગણેશજીની રેલી દરમિયાન ગલીમાંથી ડ્ઢત્નનું વાહન પસાર થઈ રહ્યું હતું. ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ રેલી અહીંથી નહીં નીકળે તેમ કહી વાંધો ઉઠાવ્યો હતો. ત્યારબાદ થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં મારામારી અને ચપ્પુથી હુમલા સુધી મામલો પહોંચ્યો હતો.ઈજાગ્રસ્ત યુવકના મામા દીપકભાઈના જણાવ્યા પ્રમાણે, તેમનો ભાણેજ ડીજેનું વાહન ચલાવી રહ્યો હતો. ગલીમાંથી વાહન પસાર થઈ રહ્યું હતું ત્યારે કેટલાક લોકોએ તેને રોકીને અહીંથી રેલી નહીં કાઢવા અંગે વાંધો ઉઠાવ્યો હતો. આ દરમિયાન યુવકે ગણેશજીની રેલી હોવાનું કહી રેલી પસાર કરવા અંગે સવાલ કર્યો હતો. આ વાતને લઈને બંને પક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. પરિવારના જણાવ્યા પ્રમાણે, ત્યારબાદ આશરે ૪થી ૫ અજાણ્યા શખ્સોએ ભેગા થઈને બંને યુવકો સાથે મારામારી શરૂ કરી હતી.

બોલાચાલી દરમિયાન મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને હુમલાખોરોએ ધારદાર હથિયારનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે. ડ્ઢત્ન ઓપરેટિંગ સાથે સંકળાયેલા વિનીત અને કાર્તિક નામના બે યુવકો પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં વિનીતને પીઠ તથા માથાના ભાગે ઈજા થઈ હોવાનું પરિવાર તરફથી જણાવવામાં આવ્યું છે. જ્યારે કાર્તિકને છાતીના ભાગે ચપ્પુ વાગતાં તેને પણ ગંભીર ઈજા પહોંચી હતી. બંને યુવકોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટના બાદ ઈજાગ્રસ્ત યુવકોના પરિવારજનોમાં રોષ જાવા મળ્યો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે, યુવકોનો અગાઉથી કોઈ વ્યક્તિ સાથે વિવાદ નહોતો અને કોઈ કારણ વગર તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પરિવારજનોએ હુમલામાં સામેલ તમામ શખ્સોને ઝડપી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું છે.સીસીટીવીના આધારે હુમલામાં કોણ-કોણ સામેલ હતું અને ઘટના કયા સંજાગોમાં બની તે અંગે માહિતી મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે. હાલ હુમલાખોરો ફરાર હોવાનું અને તેમની શોધખોળ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

ગણેશોત્સવની રેલી દરમિયાન ડીજેનું વાહન ગલીમાંથી પસાર કરવા જેવી બાબતે શરૂ થયેલો વિવાદ બે યુવકો પર હુમલા સુધી પહોંચ્યો છે. પોલીસની તપાસ બાદ ઘટનાની વધુ હકીકતો સામે આવવાની શક્્યતા છે.