
જુનાગઢના મેંદરડામાં તાલુકા પંચાયતના અપક્ષ સભ્યે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મેંદરડામાં સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ કેસમાં મેંદરડા તાલુકા પંચાયતની નાગલપુર બેઠકના અપક્ષ સભ્ય સુભાષ કાળુભાઈ ભાદરકાની પોલીસે ધરપકડ કરી છે. ફરિયાદ મુજબ આરોપીએ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરા સાથે સંપર્ક કેળવ્યો હતો અને ત્યારબાદ તેને ડરાવી-ધમકાવી શારીરિક શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે મેંદરડા પોલીસે પોક્સો એક્ટ સહિત ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખડિયા ગામના વતની અને મેંદરડા તાલુકા પંચાયતની નાગલપુર બેઠકના અપક્ષ સદસ્ય સુભાષ કાળુભાઈ ભાદરકા સામે સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ પ્રમાણે આરોપીએ ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સગીરા સાથે સંપર્ક કેળવ્યો હતો અને તેની સાથે વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ સગીરાને મળવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, સગીરાના માતા-પિતા ઘરે હાજર ન હોય તે સમયે આરોપી સગીરાના સંપર્કમાં આવતો હતો અને તેને ડરાવી-ધમકાવી શારીરિક શોષણ કરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે.સગીરા સગીર વયની હોવાથી પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોક્સો એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદના આધારે કાર્યવાહી કરતા મેંદરડા પોલીસે સુભાષ ભાદરકાની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં અદાલતે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે. હાલ સમગ્ર મામલે મેંદરડા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા ફરિયાદમાં દર્શાવાયેલી વિગતો અંગે પુરાવા એકત્ર કરવાની તેમજ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.