કાલોલ શકિતપુરા ગામે આવેલ નર્મદા કેનાલના ગેટ પાસે હાલોલ કંજરી ગામે રહેતા ૨૭ વર્ષીય યુવાન કોઈ કારણોસર પાણીમાં પડી જતાં ડુબી જવાથી મોત નિપજાવા પામ્યું હતું.
હાલોલના કંજરી ગામે રહેતા કિશનકુમાર ઉદેસિંહ પરમાર ઉ.વ.૨૭ જે તા.૪ જુલાઈ થી ૬ જુલાઈ વચ્ચે કાલોલના શકિતપુરા ગામે આવેલ નર્મદા કેનાલના ગેટ પાસે કોઈ કારણોસ પડી ગયેલ હોય અને પાણીમાં ડુબી જવાથી મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે કાલોલ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોધાવા પામી છે.