–એક જે.સી.બી.અને બે ડમ્પર જપ્ત કર્યા
કાલોલ તાલુકાન સાલિયાવ ગામે ઈંટના ભઠ્ઠા ઉપર મામલતદારે પરવાના વગર ગેરકાયદે માટી ખનન કરતા એક જેસીબી અને બે ડમ્પર જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરવા જિલ્લા ખાણ ખનીજ વિભાગને હવાલે રિપોર્ટ કર્યો હતો.
કાલોલ મામલતદાર વિકાસ પટેલે તાલુકાના સાલિયાવ ગામની ઓચિંતી મુલાકાત દરમિયાન એક ખેતરમાં ચાલી રહેલા ઈંટોના ભઠ્ઠા પર માટી ખનનની કામગીરી ચાલી રહી હોવાને પગલે માટી ખનન કરતા ઈંટોના ભઠ્ઠા માલિક પાસે રોયલ્ટી પરવાનગીની માંગણી કરતા ભઠ્ઠા માલિકે પોતાની પાસેનો પરવાનો રજુ કર્યો હતો. જોકે આ રોયલ્ટી પરવાનો ભઠ્ઠા માલિક અકબરઅલી અતાઉલ્લાહખાન ૫ઠાણને કૃષિભુમિ સુધારણા પરમીટ હેઠળની તેમની ઓનલાઈન અરજી મુજબના સર્વે નંબર માટે તા.૨૬ ઓકટો.-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ સુધીના ૧૮૦ દિવસની મર્યાદા દર્શાવતો હોઈ, પરવાનો ત્રણ મહિનાથી પુર્ણ થયેલ હતો. જેથી મામલતદારે જુના રોયલ્ટી પરવાનાની આડમાં હાલ ચાલી રહેલ માટી ખોદકામ ગેરકાયદે ગણીને ધટના સ્થળે માટી ખનન કરતા અર્જુન રાજુભાઈ ભરવાડના એક જેસીબી, એક માટી ભરેલ ડમ્પર અને એક ખાલી ડમ્પર મળીને ત્રણેય વાહનોને મામલતદાર કચેરી ખાતે કબ્જે કરી ત્રણેય વાહનોના ધારકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવા માટે જિલ્લા ખાણ ખનીજ વિભાગને હવાલે રિપોર્ટ કર્યો હતો.