
પાકિસ્તાનના કરાચીમાં ચૌરંગી નજીક અનેક વિસ્ફોટ થયાના અહેવાલ છે. શહેરના યુનિવર્સિટી રોડ પર અનેક વિસ્ફોટો સાથે ભારે ગોળીબારના અહેવાલો પણ મળ્યા છે. કરાચીમાં રેન્જર્સ ઓફિસ પર કથિત આતંકવાદી હુમલાના અહેવાલો અનુસાર, હુમલો શનિવારે રાત્રે ૮ઃ૧૦ વાગ્યાની આસપાસ કરાચી ટ્રાન્સપોર્ટ કંપની ઓફિસ પર થયો હતો. શરૂઆતમાં, એક વિસ્ફોટ થયો, ત્યારબાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા. જાકે, અધિકારીઓએ હજુ સુધી સત્તાવાર રીતે મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી નથી કે હુમલાખોરોની ઓળખ જાહેર કરી નથી. હુમલા પાછળનો હેતુ પણ સ્પષ્ટ નથી.
સૂત્રો અનુસાર, છથી વધુ સશસ્ત્ર હુમલાખોરો રેન્જર્સ હેડક્વાર્ટર કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા. અહેવાલો સૂચવે છે કે ત્યારબાદ કરાચીના ગુલિસ્તાન-એ-જાહરમાં રેન્જર્સ હેડક્વાર્ટરમાં વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટથી નજીકની ઇમારતોની બારીઓ તૂટી ગઈ હતી અને નજીકના વૃક્ષોને નુકસાન થયું હતું. ઘટના બાદથી વિસ્તારમાં ગભરાટનો માહોલ છવાઈ ગયો છે. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ અને સુરક્ષા વાહનો જાવા મળ્યા હતા, જ્યારે કેટલાક સ્થાનિક લોકો પણ દૂરથી જાવા મળ્યા હતા.
પ્રારંભિક અહેવાલો અનુસાર, વિસ્ફોટ પછી હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. સ્થાનિક સૂત્રો અનુસાર, કરાચીના રેન્જર્સ કમ્પાઉન્ડમાંથી ઘાયલ પાકિસ્તાની સુરક્ષા કર્મચારીઓને લઈ જતી ઘણી એમ્બ્યુલન્સ જોવા મળી હતી. પુષ્ટિ ન થયેલા અહેવાલો અનુસાર, આ આત્મઘાતી હુમલામાં અત્યાર સુધીમાં પાંચ હુમલાખોરો માર્યા ગયા છે, જ્યારે અન્ય હુમલાખોરો સાથે ગોળીબાર હજુ પણ ચાલુ છે. દરમિયાન, ચાર સુરક્ષા કર્મચારીઓના પણ મોત થયાના અહેવાલો સામે આવી રહ્યા છે. હાલમાં બંને બાજુથી ગોળીબાર ચાલુ છે. ઘણા અન્ય ગંભીર રીતે ઘાયલ છે. ઘટનાસ્થળે હજુ પણ અરાજકતા છે.
અગાઉ, સુરક્ષા દળોએ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બે અલગ અલગ કાર્યવાહીમાં આઠ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. પાકિસ્તાની સૈન્યની મીડિયા શાખા, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ ૨૫ અને ૨૬ જૂનના રોજ બલુચિસ્તાનના ખારાન અને મસ્તુંગ જિલ્લામાં બે ગુપ્તચર-આધારિત કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી શસ્ત્ર, દારૂગોળો, આઇઇડી અને મોટરસાયકલ પણ મળી આવ્યા છે.