હાલોલ-રામેશરાના મુખ્ય માર્ગ પર પાનેલાવથી રામેશરા તરફ મુખ્ય માર્ગ પર નમી પડેલા જોખમી વૃક્ષો તંત્ર દ્વારા તાત્કાલિક ઉતારી લેવા વાહનચાલકોમાં માંગ ઉઠી છે.
હાલોલ-રામેશરાના મુખ્ય માર્ગ જે વાહનોથી ૨૪ કલાક સતત ધમધમતો માર્ગ છે. આ માર્ગ પર પાનેલાવથી લઈને રામેશરા સુધી માર્ગની બંને બાજુ વિશાળ વૃક્ષોની હારમાળા જોવા મળે છે. આ વૃક્ષોમાંથી અમુક વૃક્ષો મુખ્ય માર્ગ પર સંપુર્ણપણે જોખમી રીતે નમી ગયેલ છે. ચોમાસાની હવે કાગડોળે રાહ જોવાઈ રહી છે. ગમે ત્યારે વરસાદ શ થાય તેમ છે. ત્યારે ભારે પવન અને વંટોળ શ થાય તે પહેલા આ મુખ્ય માર્ગ પર નમી ગયેલા જોખમી વૃક્ષો ઉતારી લેવામાં આવે તે અત્યંત જરી બન્યુ છે.