કાલોલ મામલતદાર કચેરી ખાતે મતદાર યાદી સુધારણાના મેગા કલેકશન કેમ્પમાં બે દિવસમાં 351 ફોર્મનુ કલેકશન થયુ હતુ. જેમાં 700થી વધુ મતદારોએ જરૂરી પુરાવા માટે માર્ગદર્શન લીધુ હતુ.
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના નિર્દેશ અનુસાર મતદાર યાદી સુધારણા(એસ.આઈ.આર)ની ઝુંબેશ અંતર્ગત કાલોલ મામલતદાર કચેરી ખાતે શનિ-રવિ બે દિવસીય મેગા કલેકશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. મેગા કલેકશન કેમ્પમાં કાલોલ શહેર અને તાલુકાના 199 બુથોના મતદારોની યાદી સુધારણાની કામગીરી દરમિયાન બાકી રહેલા મતદારોનુ ફોર્મ સ્વિકારવામાં શનિવારે 179 અને રવિવારે 172 ફોર્મના કલેકશન સાથે બે દિવસમાં 351 સુધારણા ફોર્મ સ્વિકારવામાં આવ્યા હતા. તદ્ઉપરાંત 700થી વધુ મતદારોએ મતદારનુ નામ અથવા તેમના માતા-પિતા, દાદા-દાદીનુ નામ વર્ષ-2002ની મતદાર યાદીમાં શોધવામાં તેમજ જો મતદારનુ નામ અથવા તેમના માતા-પિતા-દાદા-દાદીનુ નામ વર્ષ-2002ની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજુ કરવા તે અંગેનુ યોગ્ય માર્ગદર્શન અપાયુ હતુ. તા.11 ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી મેગા કલેકશન કેમ્પમાં બાકી રહેલા મતદારોએ કેમ્પની મુલાકાત લઈને માર્ગદર્શન આપ્યુ હતુ. અત્રે ઉલ્લેખનિય છે કે, કાલાોલ વિધાનસભા મત વિસ્તારમાં 89.57 ટકા ઉપરાંતની કામગીરી પહોંચી છે. ત્યારે બાકીના લક્ષ્યાંક અંગે આગામી 11 ડિસેમ્બર સુધીમાં મહત્તમ કામગીરી સંપન્ન કરાશે. તેમ કાલોલ મુખ્ય ચુંટણી અધિકારી મીતાબેન ડોડીયા અને કાલોલ મામલતદાર વિકાસ પટેલે જણાવ્યુ હતુ.