ધાનપુરના આંબાકાચ ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની સી.એમ.ને રજુઆત બાદ તપાસના આદેશ

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આંબાકાચ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા કરાયેલા વિકાસ કાર્યોમાં ગેરરિતી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપોને લઈને મુખ્યમંત્રી કાર્યલયનો નોંધ લીધી છે. ગામના જાગૃત નાગરિક માવી ધર્મરાજ છગનભાઈએ વેબસાઈટ મારફતે રજુઆત કરતા મુખ્યમંત્રી કાર્યાલયે મામલાને સ્થળાંતર કરીને તાલુકા વિકાસ અધિકારીને તાત્કાલિક તપાસના સુચન આપ્યા છે.

મુખ્યમંત્રીને કરાયેલી રજુઆતમાં અરજદાર માવી ધર્મરાજ છગનભાઈએ જણાવ્યુ છે કે, આંબાકાચ ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં કરવામાં આવેલા અનેક વિકાસ કાર્યો વિશે રોડ, નાળા, ટોયલેટ, અને બોર-ટાંકીના કામ વિશે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો છે. અનેક કાર્યો કાગળ ઉપર પુર્ણ બતાવી ચુકવણી કરી દેવાઈ છે. જયારે સ્થળ પર કામ અપુર્ણ અથવા નીચે ગુણવત્તાનુ છે. અમુક જગ્યાએ તો કોઈપણ કામ થયુ નથી તેવી પણ રજુઆતમાં નોંધ કરાઈ છે. અરજદાર દ્વારા મુખ્ય કાર્યોમાં ગણાવા ફળિયામાં રોડ, બાબા રામદેવ ફળિયામાં રોડ, મકડવા ફળિયામાં રોડ મોહનીયા ફળિયામાં નાળુ, માવી અને પરમાર ફળિયામાં ટોયલેટ કાર્ય, માવી ફળિયાનુ બોર-ટાંકી કામ સહિત કુલ 15થી વધુ કાર્યોનો સમાવેશ થાય છે. તમામ કાર્યો સ્થળ ઉપર કરાયા નહિ હોવાના આક્ષેપો કરાયા છે.મુખ્યમંત્ર કાર્યાલયે આ રજુઆતને ગંભીરતાથી લઈને ધાનપુર તાલુકા વિકાસ અધિકારીને વિગતવાર તપાસ કરી કાર્યવાહી કરવાનુ સુચન કર્યુ છે. સાથે જ અરજદારને પણ સુચના આપવામાં આવી છે કે, તેઓ આ મામલે વધુ માહિતી માટે સંબંધિત કચેરીઓમાં સંપર્ક કરે.