કાકા-ભત્રીજીની જોડી હવે વડોદરામાં વિરોધ પક્ષ ચલાવશે,શ્રીવાસ્તવ પરિવારના ૨ કોર્પોરેટર બન્યા

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ્યાં ભાજપના ભગવા સામે કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, ત્યાં શ્રીવાસ્તવ પરિવાર એક મજબૂત કિલ્લા તરીકે ઉભરી આવ્યો છે. કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા ૬ કોર્પોરેટરોમાંથી ૨ તો એક જ પરિવારના છે. કાકા ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને ભત્રીજી દૃીપા શ્રીવાસ્તવની જોડી હવે પાલિકામાં વિરોધ પક્ષનો મોરચો સંભાળશે.

વડોદરાના રાજકારણમાં હંમેશા ચર્ચામાં રહેતા શ્રીવાસ્તવ પરિવારે ફરી એકવાર પોતાની તાકાત બતાવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ) સતત ૮મી વખત કોર્પોરેટર બનીને અજેય રહૃાા છે. તેમની સાથે હવે પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી દૃીપા શ્રીવાસ્તવ પણ વોર્ડ-૧૪ માંથી જીતીને પાલિકામાં પ્રવેશ્યા છે.

વડોદરા શહેરના વોર્ડ નંબર ૧૪ માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજકીય રીતે મહત્વપૂર્ણ સંદૃેશ આપ્યો છે. લાંબા સમયથી ભાજપનો ગઢ માનવામાં આવતા આ વિસ્તારમાં આ વખતે મતદૃારોનો મૂડ બદૃલાયો જોવા મળ્યો. કુલ ચાર સીટોમાંથી ભાજપને માત્ર બે સીટો જ મળી શકી છે. જ્યારે કોંગ્રેસે પણ બે સીટ જીતીને પોતાનું ખાતું ખોલ્યું છે. ખાસ કરીને કોંગ્રેસના ઉમેદૃવાર તીર્થ બ્રહ્મભટ્ટ અને દૃીપા શ્રીવાસ્તવની જીતે રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ જીત માત્ર સીટોની જીત નથી, પરંતુ વર્ષો જૂના રાજકીય સમીકરણોમાં પરિવર્તનનું પ્રતિિંબબ છે. મતદૃારો દ્વારા આપવામાં આવેલ આ મિશ્ર જનાદૃેશ એ દૃર્શાવે છે કે હવે વિકાસ, સ્થાનિક પ્રશ્ર્નો અને ઉમેદૃવારોની કામગીરીને વધુ મહત્વ આપવામાં આવી રહૃાું છે. ભાજપ માટે આ પરિણામ િંચતાજનક માનવામાં આવી રહૃાું છે. કારણ કે ગઢમાં ગાબડું પડવું એ ભવિષ્ય માટે ચેતવણી સમાન છે.

વિજયી થયેલા દૃીપા શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે છેલ્લા સમયમાં વિસ્તારમાં વિકાસ કાર્યો માટેની ગ્રાન્ટ અટકાવવામાં આવી હતી, જેના કારણે લોકોમાં અસંતોષ હતો. હવે તેઓ એડીચોટીનું જોર લગાવી તમામ અટકેલી ગ્રાન્ટને મંજૂર કરાવીને વિસ્તારના વિકાસ માટે કામ કરશે. તેમણે આ જીતને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવના માર્ગદૃર્શન અને જનતાના આશીર્વાદૃનો પરિણામ ગણાવ્યો છે. વોર્ડ ૧૪માં જોવા મળેલી આ પરિવર્તનની લહેરે હવે શહેરના અન્ય વિસ્તારોમાં પણ રાજકીય સમીકરણો બદૃલાવાની સંભાવનાઓને બળ આપ્યું છે.

આ જીત બાદૃ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ઈવીએમ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહૃાું કે ચૂંટણી જો બેલેટ પેપરથી થાય તો પરિણામો અલગ હોય. મશીનમાં સેિંટગની શક્યતા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં બંને ભાઈઓ સાથે મળીને મેદૃાનમાં ઉતરશે અને વિરોધીઓને ’પરસેવો પાડી દૃેશે. દૃીપા શ્રીવાસ્તવે જીત બાદ પિતા મધુ શ્રીવાસ્તવ અને કાકા ચંદ્રકાંતના માર્ગદૃર્શન હેઠળ લોકોની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકામાં આ કાકા-ભત્રીજીની જોડી સત્તાધારી પક્ષને કેવી રીતે ઘેરશે.

વડોદરા શહેરના વોર્ડ નંબર ૧૩માં થયેલા ચૂંટણી પરિણામોએ રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર લાવ્યો છે. છેલ્લા એક દૃાયકાથી વધુ સમયથી કોંગ્રેસનો ગઢ માનાતો આ વિસ્તાર આ વખતે ભાજપના ખિસ્સામાં ગયો છે. ભાજપે માત્ર જીત જ નહીં, પરંતુ પેનલની ભવ્ય જીત નોંધાવી છે. જે પાર્ટી માટે એક મહત્વપૂર્ણ રાજકીય સિદ્ધિ ગણાઈ રહી છે. ખાસ કરીને કોંગ્રેસના મજબૂત ઉમેદવાર અને ત્રણ ટર્મથી ચૂંટાતા બાલુ સુર્વેને હારનો સામનો કરવો પડ્યો, જે આ પરિણામની ગંભીરતા દર્શાવે છે. સ્થાનિક સ્તરે ભાજપના ઉમેદૃવારો દ્વારા કરવામાં આવેલા સામાજિક કાર્યો, લોકો સાથેનો સતત સંપર્ક અને સેવા પ્રવૃત્તિઓ આ જીત પાછળના મુખ્ય કારણો તરીકે જોવામાં આવી રહૃાા છે. મતદૃારો દ્વારા વિકાસ અને કામગીરીને પ્રાથમિકતા આપતા ભાજપને સમર્થન મળ્યું હોવાનું સ્પષ્ટ થઈ રહૃાું છે.