કડાણાના માલવણ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરનાર તલાટીને સસ્પેન્ડ કરાયા

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ માલવણ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરિતી આચરી ભ્રષ્ટાચાર અંગે અનેક રજુઆતો થતાં સરપંચ અને તલાટી શંકાના દાયરામાં હતા. કડાણા ટીડીઓની તપાસમાં તલાટી સહિત સરપંચ કસુરવાર પુરવાર થતાં ડીડીઓએ તલાટીને સસ્પેન્ડ કર્યા છે.

માલવણ ગ્રામ પંચાયતમાં થયેલ વિવિધ વિકાસના કામોમાં તલાટી સરપંચ દ્વારા ગેરરિતી આચરી ભ્રષ્ટાચાર કર્યાના આક્ષેપો સાથે ડીડીઓને અનેકવાર રજુઆતો કરવામાં આવતા જિલ્લા પંચાયત દ્વારા કડાણા ટીડીઓને તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જેમાં કડાણા ટીડીઓએ કામોમાં થયેલ ગેરરિતી અને નાણાં અંગે ગેરરિતી જણાતા તપાસના અંતે ટીડીઓ કડાણા દ્વારા માલવણ ગ્રામ 5ંચાયતમાં કરેલ તપાસ અહેવાલ ડીડીઓ મહિસાગરને સુપરત કર્યો હતો. જે અહેવાલના આધારે માલવણ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી તાવિયાડ ઉષાબેનને કારણદર્શન નોટિસ આપીને તેમના ખુલાસા આધાર પુરાવા સાથે રજુ કરવા જણાવેલ હતુ. જેમાં ભ્રષ્ટાચાર અને નાણાંકિય ગેરરિતીઓ ફલિત થતાં માલવણ ગ્રામ પંચાયતના તલાટી તાવિયાડ ઉશાબેનને તલાટીના હોદ્દા પરથી ફરજ મુકત કરવાનો હુકમ મહિસાગર ડીડીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. તેમજ તલાટીને લીવ રીઝર્વમાં લુણાવાડા ખાતે મુકતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી. જયારે આ બનાવમાં માલવણ પંચાયતના સરપંચ સોલંકી જ્યોતસનાબેનને ડીડીઓ મહિસાગર દ્વારા કારણદર્શક નોટિસ આપી આધાર પુરાવા સાથે ડીડીઓ કચેરીએ ઉપસ્થિત રહેવા જણાવેલ છે.