જીલ્લા પંચાયત દાહોદ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને જછખ ટીમની રીવ્યુ બેઠક યોજાઈ

દાહોદ જીલ્લામાં તારીખ 10 થી 13 ડિસેમ્બર દરમિયાન આરોગ્ય વિષયક કાર્યક્રમો અને કામગીરીના મુલ્યાંકન અર્થે રાજ્ય કક્ષાએથી નિયુક્ત કરવામાં આવેલ જછખ (સ્ટેટ રીવ્યુ મિશન)ની ટીમ દ્વારા જીલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ આરોગ્ય કચેરીઓ તેમજ HWC, PHC, CHC,SDH તેમજ જીલ્લા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન આરોગ્યના વિવિધ કાર્યક્રમોની અમલવારી, સેવાઓની ગુણવત્તા, ઉપલબ્ધ સુવિધાઓ તેમજ કાર્યપ્રણાલી અંગે ટીમ દ્વારા વિગતવાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત મુલાકાત દરમિયાન થયેલ નિરીક્ષણના આધારે આરોગ્યના વિવિધ કાર્યક્રમો સબબ ટીમના પ્રતિભાવો, અમલીકરણમાં સુધારા તેમજ આદર્શ કામગીરી બાબતે વિગતવાર ફીડબેક જીલ્લા પંચાયત દાહોદના સભાખંડ ખાતે આયોજીત બેઠકમાં પાવરપોઈન્ટ સ્લાઈડ ના માધ્યમથી રજૂ કરવામાં આવ્યું હતું.

આ ફીડબેક આરોગ્ય શાખા, જીલ્લા પંચાયત દાહોદ ખાતે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી CDHOને રજૂ કરવામાં આવ્યું હતું. SRM ટીમની મુલાકાત, તેમના દ્વારા લીધેલ અવલોકનોના આધારે જીલ્લામાં આરોગ્ય સેવાઓની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તેમજ દરેક કક્ષાએ જરૂરી સુધારાઓ, ત્રુટીઓ અને સારી કામગીરી બાબતે ઉપસ્થિત સહુને દિશાસુચન અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ તેમજ ભવિષ્યની કામગીરી માટે મહત્વપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા હતા.

આ બેઠકમાં જીલ્લાના આરોગ્યના તમામ પ્રોગ્રામ ઓફિસરો, તાલુકા હેલ્થ ઓફિસરો તમામ DPC તથા જીલ્લા આરોગ્ય ટીમના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.