જેતપુરમાં પ્રદૃૂષણ માફિયા બેફામ,ભાદર નદીમાં કેમિકલના ફીણની ચાદર છવાઈ, ખેડૂતોનો ઉગ્ર વિરોધ

સૌરાષ્ટ્રની જીવાદૃોરી સમાન ભાદૃર નદી ફરી એકવાર પ્રદૃૂષણના ખપ્પરમાં હોમાઈ છે. જેતપુરના પ્રદૃૂષણ માફિયાઓ દ્વારા શિયાળાની મધ્યમાં નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા કેરાળી ગામ પાસે નદીમાં ફીણના ગોટા ઉડતા જોવા મળ્યા હતા. નદૃીની આ હાલત જોઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

જેતપુરના ગેરકાયદૃેસર એકમો દ્વારા કોઈપણ પ્રકારના શુદ્ધિકરણ વગર કેમિકલયુક્ત ઝેરી પાણી સીધું ભાદર નદીમાં વહાવવામાં આવી રહૃાું છે, જેના ગંભીર પરિણામો સામે આવ્યા છે. આ પ્રદૃૂષણને કારણે કેરાળી ગામ પાસેથી પસાર થતી નદૃીમાં ફીણની સફેદ ચાદર છવાઈ ગઈ છે અને નદૃીનું પાણી હવે પીવાલાયક કે ખેતીલાયક રહૃાું નથી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, પ્રદૃૂષણનું પ્રમાણ એટલું હદૃે વધી ગયું છે કે નદૃી પરથી ફીણના ગોટા હવામાં ઉડી રહૃાા છે, જે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બની રહૃાો છે.

ભાદૃર નદૃીના પ્રદૃૂષણથી કંટાળીને કેરાળી વિસ્તારના ખેડૂતો નદી કાંઠે એકઠા થયા હતા અને ઉગ્ર વિરોધ પ્રદૃર્શન કર્યું હતું. ખેડૂતોની માંગ છે કે નદીને પ્રદૃૂષિત કરનારા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને પ્રદૃૂષણ તાત્કાલિક બંધ કરવામાં આવે.

સૌથી મોટો આક્ષેપ ગુજરાત પ્રદૃૂષણ નિયંત્રણ બોર્ડ પર લાગી રહૃાો છે, જ્યાં લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા માત્ર સમયાંતરે પાણીના નમૂના લેવાની ઔપચારિકતા જ કરવામાં આવે છે, પરંતુ નક્કર કાર્યવાહીના નામે શૂન્ય છે. આરોપ છે કે પ્રદૃૂષણ માફિયાઓ રાત્રિના સમયે ઝેરી પાણી નદૃીમાં ઠાલવી રહૃાા છે. અવારનવાર રજૂઆતો કરવા છતાં આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ન આવતા સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહૃાો છે.