હું શબ્દોથી ખરાબ હોઈ શકું, પરંતુ બાપુ શું કરે છે તે હું આખી દુનિયાને બતાવીશ”, કીર્તિનો ઇન્દ્રભારતી બાપુ સામે આક્ષેપ

ગુજરાતમાં ચર્ચિત સોશિયલ મીડિયા સ્ટાર કિર્તી પટેલ અને વિવાદો વચ્ચેનો સંબંધ બહું જૂનો છે, પરંતુ આ વખતે મામલો વધુ ગરમાયો છે. જૂનાગઢના ભવનાથમાં મૃગી કુંડમાં સ્નાન કરવાના વિવાદ બાદ હવે કિર્તી પટેલે સીધું નિશાન સાધુ સંતો અને ખાસ કરીને ઇન્દ્રભારતી બાપુ પર સાધ્યું છે. કિર્તી પટેલે સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટને કારણે સાધુ સમાજ અને તેના સમર્થકોમાં ખળભળાટ મચી ગયો છે.

કિર્તી પટેલે પોતાની પોસ્ટમાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે તે ભગવા વ અને સાધુતાની કદર કરે છે, પરંતુ ઇન્દ્રભારતી બાપુની પાછળનું સત્ય કંઈક અલગ છે. તેમણે દાવો કર્યો છે કે, “ભગવા પાછળના જે રાજ છે તે હું બધા જાણું છું.” કિર્તીએ ચીમકી આપી છે કે તે માત્ર વાતો જ નહીં, પણ તમામ સચ્ચાઈ પુરાવા સાથે દુનિયા સમક્ષ લાવશે.

મૃગી કુંડમાં સ્નાન મામલે થયેલી કાર્યવાહીથી નારાજ કિર્તીએ સવાલ ઉઠાવ્યો છે કે, “તમારા ઇશારે મને કાઢવામાં આવી, પણ બીજા શિષ્યોને કેમ ના કાઢ્યા?” તેમણે આક્ષેપ કર્યો છે કે નિયમો માત્ર તેના માટે જ કેમ? બાપુના અન્ય શિષ્યો અને ચેલાઓ સામે કોઈ પગલાં કેમ લેવામાં આવતા નથી? કિર્તી પટેલે આ લડાઈને પોતાના સ્વાભિમાનની લડાઈ ગણાવી છે. તેમણે બાપુના કેટલાક શિષ્યોને ‘પાપી’ કહીને પોતાનો રોષ ઠાલવ્યો છે. પોતાની આક્રમક શૈલીમાં તેણે સ્વીકાર્યું છે કે “હું શબ્દોથી ખરાબ હોઈ શકું છું, પણ અંદરથી શું છે તે મને ખબર છે. હવે બાપુ શું કરે છે તે હું આખી દુનિયાને બતાવીશ.”

ઉલ્લેખનીય છે કે, મૃગી કુંડમાં પ્રતિબંધ હોવા છતાં સ્નાન કરવાના મુદ્દે થયેલી પોલીસ ફરિયાદ અને સંતોની નારાજગીમાં કિર્તી પટેલનો દાવો કે તેની પાસે એવા પુરાવા છે જે સંતોની છબી ખરડી શકે છે. નિયમોના પાલનમાં કરવામાં કથિત પક્ષપાત થતો હોવાનો આક્ષેપ કર્યો છે.