હાલોલ તાલુકામાં ચેક રિટર્ન થવાના કેસમાં કંજરી ગામની મહિલા આરોપીને કોર્ટે ૬ માસની કેદની સજા અને દંડ ફટકાર્યો છે.
કંજરી ગામે આવેલા તિર્થ વિલા, કંજરી રોડ ખાતે રહેતા રશ્મિકાબેન રાજેશભાઈ જોશી શ્રી જનતા સહકારી બેંક લિ.હાલોલમાંથી લોન મેળવી હતી. લોનના હપ્તા નિયમિત રીતે નહિ ભરતા બેંક તરફથી લોનની બાકી રકમ બાબતે માંગણી કરતા તેઓએ ચેક આપેલો હતો. જે ચેક પરત ફરતા રશ્મિકાબેન રાજેશભાઈ જોશી સામે બેંકના વકીલ એમ.એસ.ઠકકર મારફતે હાલોલ કોર્ટમાંં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના કામે રશ્મિકાબેન રાજેશભાઈ જોશી હાજર રહ્યા હતા. ફરિયાદી બેંકની ફરિયાદના કામે મહેરબાન હાલોલના એડિ.ચીફ જયુડિ.મેજી.આર.બી.જોશી આરોપી રશ્મિકાબેન રાજેશભાઈ જોશીને શિક્ષાપાત્ર ગુનામાં તકસીરવાન ઠેરવી ૬ માસની સજા અને રૂ.૨,૬૦,૦૦૦ પુરાનો દંડની રકમ જમાં કરાવવા અને દંડની રકમ જમાં ન કરાવે તો વધુ ૧ માસની સજા ફટકારી હતી.