હાલોલના ધારીયા ગામ પાસે પાવાગઢ પોલીસે નાકાબંધી કરી બલેનો ગાડી માંથી રૂ.૪૯ હજારનો દારૂ ઝડપ્યો

હાલોલ તાલુકાના ધારીયા ગામ પાસે પાવાગઢ પોલીસે નાકાબંધીમાં હોય દરમિયાન બલેનો ગાડીનો ચાલક પોલીસ ચેકીંગ જોઈને ગાડી રોડ સાઈડમાં વીજ પોલ સાથે અથડાવી દીધી હતી અને નાશી છુટીયો હતો. પોલીસ ચેકીંગ દરમિયાન રૂ.૪,૪૯,૪૧૦/-નો દારૂ તેમજ બલેનો ગાડી મળી રૂ.૪,૪૯,૪૧૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

હાલોલ તાલુકાના ધારીયા ગામ પાસે પાવાગઢ પોલીસે નાકાબંધી કરી વાહન ચેકીંગમાં હોય દરમિયાન બલેનો ગાડી નંબર જીજે.૧૭.બીએ.૭૮૨૫નો ચાલક ભારતીય બનાવટનો દારૂભરીને આવતો હોય નાકાબંધી અને પોલીસ ચેકીંગ જોઈને બલેનો ગાડીના ચાલકે પોતાનું વાહન રોડ સાઈડમાં લાઈટના પોલ સાથે અથડાવી દીધી હતી અને નાશી છુટીયો હતો. પોલીસ ચેકીંગના દરમિયાન વિદેશી ઈંગ્લીશ દા‚ના કવાટરીયા પેટી નંગ-૨ તથા છુટા કવાટરીયા નંગ-૨૭૦ મળી કુલ રૂ.૪૯,૪૧૦/-નો દારૂ તથા બલેનો ગાડી મળી કુલ રૂ.૪,૪૯,૪૧૦/-નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.