હાલોલ મારૂતિ નંદન સોસાયટીના મકાન નંબર-115,114ને ચોર ઈસમોએ નિશાન બનાવી 1.13 લાખના દાગીનાની ચોરી કરી

હાલોલ મારૂતિ નંદન સોસાયટી મકાન નંબર-114 અને 115 ને ચોર ઈસમોએ નિશાન બનાવ્યા હતા. ધરના દરવાજાના તાળા તોડી બન્ને મકાન માંથી સોના-ચાંદીના દાગીના કિંમત રૂા.1,13,000/-ની મત્તાની ચોરી કરી ગુનો કર્યાની ફરિયાદ હાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે.

હાલોલ મારૂતિ નંદન સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ રતનસિંહ બારીયાના મકાન નંબર-115 તેમજ હેતલબેન જયોતિષભાઇ તીરગરના મકાન નંબર-114ને આરોપી કમલસિંહ જગદીશસિંહ સિસોદીયા (રહે. વડોદરા) તથા બે અજાણ્યા ચોર ઈસમોએ બન્ને મકાનને રાત્રીના સમયે નિશાન બનાવ્યા હતા અને બન્ને મકાનના દરવાજા તોડી ધરમાં મુકેલ સોના-ચાંદીના દાગીના કિંમત રૂા.1,13,000/-ની મત્તાની ચોરી કરી જતાં આ બાબતે હાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.