
નવેમ્બરની શરૂઆતમાં, દેશભરના મુખ્ય એરપોર્ટ પર હવાઈ સેવાઓમાં નોંધપાત્ર વિક્ષેપોનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીના આઇજીઆઇ એરપોર્ટ પર લગભગ ૮૦૦ લાઇટ્સ પ્રભાવિત થઈ હતી. એટીસીએ આ ઘટના માટે ઓટોમેટિક મેસેજ સ્વિચિંગ સિસ્ટમમાં ખામીને જવાબદાર ગણાવી હતી. જોકે, કેન્દ્ર સરકારે હવે સંસદમાં એક લેખિત નિવેદનમાં સ્વીકાર્યું છે કે દિલ્હી સહિત દેશભરના મુખ્ય એરપોર્ટ પર જીપીએસ સ્પૂફિંગ એક સમસ્યા હતી. આ બધા એરપોર્ટ પર આવતી અને જતી લાઇટ્સને અસર થઈ હતી.
નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ કિંજરાપુએ જણાવ્યું હતું કે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક ઉડતા કેટલાક વિમાનોએ જીપીએસ સ્પૂફિંગની જાણ કરી હતી. રનવે ૧૦ પર જીપીએસ -આધારિત લેન્ડિંગ દરમિયાન આ સમસ્યા આવી હતી. સ્પૂફિંગની જાણ થતાં, વૈકલ્પિક પ્રક્રિયાઓ તાત્કાલિક અમલમાં મૂકવામાં આવી હતી, જેનાથી વિમાન સુરક્ષિત રીતે ઉતરી શક્યું હતું. મંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે પરંપરાગત નેવિગેશન સિસ્ટમ ઉપલબ્ધ હોવાથી અન્ય રનવે સંપૂર્ણપણે સલામત રહ્યા. લાઇટ કામગીરી પર કોઈ ગંભીર અસર પડી નથી.
સરકારના મતે, નવેમ્બર ૨૦૨૩ થી જીપીએસ જામિંગ/સ્પૂફિંગ અંગે રિપોટગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ પછી, દેશના ઘણા મોટા એરપોર્ટ પર આ સમસ્યા સતત નોંધાઈ રહી છે. આમાં કોલકાતા, અમૃતસર, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ એરપોર્ટનો સમાવેશ થાય છે. આ બધા સ્થળોએ જીએનએસએસ દખલગીરીની ફરિયાદો મળી રહી છે.
જીપીએસ સ્પૂફિંગ એ એક સાયબર હુમલો છે જે ખોટા સ્થાન દર્શાવવા માટે ઉપકરણને નકલી સિગ્નલ મોકલે છે. જેમ તમારા ફોનનું સ્થાન અચાનક ચાર કિલોમીટર દૂર દેખાય છે, તેવી જ પરિસ્થિતિ વિમાનમાં પણ થાય છે. જ્યારે આવું વિમાન સાથે થાય છે, ત્યારે તેની નેવિગેશન સિસ્ટમ ખોટી દિશામાં જઈ શકે છે, જેનાથી ક્રેશ થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે.
આ સમસ્યા ઓળખ્યા પછી સરકારે ઘણા પગલાં લીધા છે. આ સંદર્ભમાં,ડીજીસીએએ જીએનએસએસ દખલગીરીને સંબોધવા માટે એક સલાહકાર જારી કર્યો છે.જીપીએસ સ્પૂફિંગના રીઅલ-ટાઇમ રિપોટગ માટે એક નવો એસઓપી લાગુ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ડબ્લ્યુએમઓને હસ્તક્ષેપના ોતને ઓળખવા કહ્યું, અને ઉર્સ્ં ને સંસાધનો વધારવા અને શંકાસ્પદ સ્થળોની તપાસ કરવા સૂચના આપવામાં આવી.
ઉડ્ડયન ક્ષેત્ર માટે વધતા સાયબર જોખમો, જેમ કે રેન્સમવેર અને માલવેર, ને યાનમાં રાખીને,એએઆઇએ તેના આઇટી નેટવર્ક અને માળખામાં અદ્યતન સાયબર સુરક્ષા પગલાં લાગુ કર્યા છે. બધા પગલાં એનસીઆઇઆઇપીસી અને સીઇઆરટી-આઇએન માર્ગદશકા અનુસાર છે. ધમકીના પ્રકારો બદલાતા સુરક્ષા પ્રણાલીઓને સતત અપગ્રેડ કરવામાં આવી રહી છે.અગાઉ, કેન્દ્ર સરકારે સંસદમાં ડેટા રજૂ કર્યો હતો. સરકારે લોક્સભામાં જણાવ્યું હતું કે નવેમ્બર ૨૦૨૩ થી ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન ભારત-પાકિસ્તાન સરહદી પ્રદેશ (અમૃતસર અને જમ્મુ) માં ૪૬૫ જીપીએસ સ્પૂફિંગની ઘટનાઓ નોંધાઈ હતી. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અહેવાલ મુજબ, ૨૦૨૪ માં ૪.૩ લાખ જીપીએસ જામિંગ અને સ્પૂફિંગની ઘટનાઓ નોંધાઈ હતી, જે ૨૦૨૩ ની સરખામણીમાં ૬૨% વધુ છે.