
ગુજરાતમાં નાણાકીય કટોકટી અને આકસ્મિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સોનું ગિરવે મૂકીને લોન મેળવવાનો ટ્રેન્ડ અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યો છે. તાજેતરના નાણાકીય આંકડાઓ અનુસાર, રાજ્યના નાગરિકોએ વિવિધ બેંકો અને ફાયનાન્સ કંપનીઓમાં અંદૃાજે ૨૩,૩૮૧ કરોડ રૂપિયાની િંકમતનું સોનું ગિરવે મૂકીને ગોલ્ડ લોન મેળવી છે. વ્યાપાર-ધંધામાં રોકડની ખેંચ, મોંઘવારી, તબીબી કટોકટી તેમજ બાળકોના શિક્ષણના ખર્ચને પહોંચી વળવા માટે મધ્યમ અને ઉચ્ચ-મધ્યમ વર્ગ ગોલ્ડ લોન તરફ ઝડપથી વળ્યો છે.સ્થાનિક શહેર માર્ગદૃર્શિકા મેળવવી
અન્ય લોનની સરખામણીએ ગોલ્ડ લોન મેળવવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને અત્યંત ઓછા કાગળિયાંવાળી હોવાથી લોકો આ વિકલ્પને વધુ પસંદૃ કરી રહૃાા છે. સરકારી અને ખાનગી બેંકો ઉપરાંત નોન-બેંિંકગ ફાયનાન્સ કંપનીઓ દ્વારા આક્રમક માર્કેિંટગ અને આકર્ષક વ્યાજદૃરો ઓફર કરવામાં આવી રહૃાા છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ગોલ્ડ લોનના ધિરાણમાં નોંધપાત્ર ટકાવારીનો વધારો જોવા મળ્યો છે. સોનાના આસમાને આંબતા ભાવોને કારણે ગ્રાહકોને પોતાના સોના સામે વધુ રકમની લોન મળી રહી છે. આ ઉપરાંત કેન્દ્રીય નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ સોનાની લોનના ડિફોલ્ટરની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
ભૂતકાળમાં સોનું ગિરવે મૂકવું એ સામાજિક રીતે પ્રતિષ્ઠા ઓછી કરનારું ગણાતું હતું, પરંતુ હવે બદૃલાતા સમય સાથે લોકોની માનસિકતા બદૃલાઈ છે. લોકો હવે સોનાને માત્ર એક નિષ્ક્રિય સંપત્તિ ગણવાને બદૃલે કટોકટીના સમયમાં તાત્કાલિક નાણાકીય લિક્વિડિટી મેળવવાનું મજબૂત સાધન માની રહૃાા છે. આ રેકોર્ડબ્રેક ધિરાણ દૃર્શાવે છે કે ગુજરાતના અર્થતંત્રમાં ગોલ્ડ લોન માર્કેટ આગામી દિૃવસોમાં હજુ વધુ મજબૂત બનશે.
રાજ્યમાં લોન મેળવવાની પસંદૃગીમાં લોકોમાં પ્રથમ ક્રમે ગોલ્ડ લોન રહી છે. ગોલ્ડ લોન બાદૃ જ વ્યક્તિગત લોન અને વાહન લોનનો ક્રમ આવે છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે આર્થિક જરિયાત કે કટોકટી સમયે સોનું ગુજરાતીઓ માટે સૌથી ઝડપી અને ભરોસાપાત્ર આધાર સાબિત થઈ રહૃાું છે.