
શિક્ષણના ધામને શર્મસાર કરતી વધુ એક વિવાદિત ઘટના બની છે. રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટી હોસ્ટેલના પાછળના ભાગે જ્યાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે તે વિસ્તારમાં ૧૦૦થી વધુ વિદૃેશી દારૂની ખાલી બોટલ મળી આવી છે. જો કે આ પ્રકારે દૃારૂની ખાલી બોટલ મળવાની ઘટના પ્રથમવાર નથી. અગાઉ પણ આ પ્રકારે દારૂની ખાલી બોટલ અને ગાંજાનો છોડ મળ્યો હતો. ત્યારે વધુ એકવાર સરસ્વતીના ધામમાં દારૂની મહેફિલ ચાલતી હોવાના અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલના ડી બ્લોકના ધાબા પરદારૂની ખાલી બોટલ મળી આવ્યાના વીડિયો સામે આવ્યા બાદૃ ચેક કરતા હોસ્ટેલના પાછળના ભાગે ઢગલાબંધ વિદૃેશી બ્રાન્ડની દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આટલી મોટી માત્રામાં દૃારૂની ખાલી બોટલ મળવી એ ગુજરાત યુનિવર્સિટી માટે એક ગંભીર ઘટના છે. તપાસ કરતા કચરામાં ૧૦૦થી વધુ દૃારૂની ખાલી બોટલ જોવા મળી. એટલે ક્યાંકને ક્યાંક ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ કે યુનિવર્સિટીનો સ્ટાફ શંકાના દૃાયરામાં આવી છે.
આ મામલે વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ યુનિવર્સિટી સત્તાધીશોનો વિરોધ નોંધાવ્યો છે. સાથે આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી માટે લાખોરૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે છતાં સિક્યુરિટી જોવા મળતી નથી. આટલી મોટી માત્રામાંદારૂની બોટલો મળી આવી છે એનો મતલબ એ છે કે અહીં દારૂની મહેફિલ થતી હશે તો સિક્યુરિટી શું કરે છે તે પણ એક મોટો સવાલ છે.
સાથે જ સફાઈનો પણ લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તો પછી સફાઈ કર્મીઓ શું કરે છે તે પણ સવાલ છે. મહત્વનું છે કે અગાઉ પણ ગુજરાત યુનિવર્સિટીમાં સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી તે સમયે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ હાજર હતા, તે સમયે પણ દૃાની ખાલી બોટલ સફાઈ દરમિયાન મળી આવી હતી. ત્યારે પણ વિવાદૃ સર્જાયો હતો. આ ઉપરાંત અગાઉ યુનિવર્સિટીની હોસ્ટેલમાં ગાંજાના છોડ પણ મળ્યા હતા. તે સમયે પણ તપાસના આદૃેશ આપવામાં આવ્યા હતા. પરંતુ આજદિન સુધી કોઈ તપાસ કે પગલાં લેવાયા નહીં હોવાના આક્ષેપ પણ થઈ રહૃાા છે.