
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી શિયાળાની ઠંડીએ પૂરું જોર પકડ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારના સમયે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બની રહૃાો છે. ભારતીય હવામાન વિભાગના તાજા અહેવાલ મુજબ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે નીચું નોંધાઈ રહૃાું છે, જેના કારણે લોકોને ગરમ કપડાંનો સહારો લેવો પડી રહૃાો છે.
રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં ૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સિઝનના સૌથી ઠંડા દિૃવસોમાંનો એક ગણી શકાય. ત્યારબાદૃ અમરેલીમાં ૯.૨ ડિગ્રી સાથે ઠંડીની તીવ્રતા યથાવત્ જોવા મળી છે.મુખ્ય શહેરોના લઘુત્તમ તાપમાનની વિગતો આ પ્રમાણે છે:અમદાવાદ: ૧૬.૧ ડિગ્રી,ડીસા: ૧૨ ડિગ્રી,ગાંધીનગર (રાજધાની): ૧૫.૧ ડિગ્રી,વડોદરા: ૧૫.૮ ડિગ્રી,કચ્છ વિસ્તારમાં ઠંડી વધુ તીવ્ર છે:ભુજ: ,૧.૮ ડિગ્રી,મુંદ્રા: ૧૩.૫ ડિગ્રી,કંડલા: ૧૧.૭ ડિગ્રી: સૌરાષ્ટ્રમાં પણ તાપમાન નીચું રહૃાું છે:કેશોદ અને રાજકોટ: ૧૧.૨ ડિગ્રી.ભાવનગર: ૧૫.૨ ડિગ્રી.સુરેન્દ્રનગર: ૧૪ ડિગ્રી,પોરબંદર: ૧૪.૪ ડિગ્રી,મહુવા: ૧૩.૬ ડિગ્રી
આઇએમડીના અનુમાન મુજબ, આગામી કેટલાક દિૃવસોમાં ઠંડીનો આ માહોલ યથાવત્ રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેવું લાગે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તે ૧૦ ડિગ્રીની આસપાસ અથવા તેનાથી નીચું પણ રહી શકે છે. વાદૃળછાયું વાતાવરણ અને ઠંડા ઉત્તરીય પવનોના કારણે સવાર-સાંજે ઠંડીનો અહેસાસ વધુ થશે. હાલમાં રાજ્યમાં સૂકું વાતાવરણ જળવાઈ રહૃાું છે અને વરસાદની કોઈ શક્યતા નથી.