
ગુજરાતમાં શિયાળાની કાતિલ ઠંડીએ જોર પકડ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા નોંધાયેલા તાજા આંકડા અનુસાર, કચ્છના નલિયામાં સિઝનનું સૌથી નીચું ૩.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જે સામાન્ય કરતાં ૬.૧ ડિગ્રી નીચું છે. આ સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં વહેલી સવારે ઝાકળ બરફ જેવી ચાદરમાં ફેરવાઈ જતી જોવા મળી રહી છે.
આ તીવ્ર શીતલહેરની અસરે સમગ્ર ગુજરાતને લપેટી લીધું છે. ઉત્તર ભારતમાં હિમાલય પર્વતમાં ભારે હિમવર્ષા થયા બાદ ઉત્તરીય ઠંડા અને સૂકા પવનો મેદાની વિસ્તારો તરફ વહી રહ્યા છે, જેની અસર ગુજરાત સુધી પહોંચી છે.
નલિયા ૩.૮ લે (સૌથી નીચું)
કંડલા ૧૨.૨ઝ્ર
અમરેલી ૭.૬
ભાવનગર ૧૨.૦
રાજકોટ ૮.૯
ડીસા ૧૨.૦
ભુજ ૯.૦
વડોદરા ૧૨.૪
ગાંધીનગર ૯.૫
દ્વારકા ૧૩.૬
પોરબંદર ૧૧.૫ સે
અમદાવાદ ૧૧.૬સે (સિઝનનું સૌથી નીચું) આ તાપમાનોમાં મોટાભાગના સ્થળોએ સામાન્ય કરતાં ૩ થી ૬ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદમાં આ સિઝનમાં પહેલીવાર પારો ૧૧.૬સે સુધી ગગડ્યો છે, જે શહેરી વાસીઓ માટે અસાધારણ ઠંડી નો અનુભવ કરાવી રહ્યો છે.હવામાન નિષ્ણાતોના મતે, ડિસેમ્બર ૨૦૨૫માં ગુજરાતમાં ઠંડીનો દોર નોંધપાત્ર રીતે ઓછો રહ્યો હતો. ગત વર્ષની તુલનાએ નલિયામાં ૧૦ સેથી નીચું તાપમાન માત્ર ૪ વખત નોંધાયું છે, જ્યારે ગત વર્ષે આ સંખ્યા ૨૨ હતી. આ વિલંબનું મુખ્ય કારણ અલ નિનોની અસરને ગણવામાં આવે છે, જેના કારણે વૈશ્ર્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોએ પણ લઘુત્તમ તાપમાનમાં ઘટાડાને અટકાવ્યો હતો. આ વખતે હિમાલયમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ર્ચિમી વિક્ષેપ) ન રહેવાથી ઠંડીનું મોજું મોડું આવ્યું છે.
આઇએમડી અનુસાર, આગામી ૫ દિવસમાં ઠંડીનો જોર વધુ વધવાની શક્યતા છે. ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ગુજરાતમાં પણ રાત અને વહેલી સવારે શીતલહેરની તીવ્રતા વધશે. ત્યારબાદ ધીમે ધીમે તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઈ શકે છે, પરંતુ આગામી ૪૮ કલાકમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.