ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૧,૧૪૬ લોકોને નવી લિકર પરમિટ આપવામાં આવી છે

ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન રાજ્યમાં અપાતી લિકર પરમિટનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહૃાો. વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પરમિટ આપવાની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થતો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેની સામે રાજ્ય સરકારે નિયમો અને આંકડાકીય માહિતી રજૂ કરીને બચાવ કર્યો હતો.

ગૃહમાં ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે લિકર પરમિટના મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે પરમિટ મેળવવાની પ્રક્રિયામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહૃાો છે અને ખોટા સર્ટિફિકેટના આધારે પરમિટો મેળવવામાં આવી રહી છે. તેમણે આ બાબતે નિષ્પક્ષ તપાસની માંગણી પણ કરી હતી.

વિપક્ષના આક્ષેપોનો જવાબ આપતા મંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં લિકર પરમિટ આપવા માટે કડક નિયમોનું પાલન કરવામાં આવે છે. મંત્રીએ જણાવ્યું હતું કે પરમિટ આપવાની સમગ્ર પ્રક્રિયા ’મુંબઈ નશાબંધી અધિનિયમ’ હેઠળ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્યના કારણોસર પરમિટ ત્યારે જ મળે છે જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા તેની તંદૃુરસ્તી અંગેનું સર્ટિફિકેટ આપવામાં આવે. આ મેડિકલ બોર્ડના રિપોર્ટ અને અન્ય પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી બાદ જ મંજૂરી અપાય છે.

ચર્ચા દરમિયાન અમદાવાદ શહેર અને જિલ્લામાં લિકર પરમિટના આંકડા પણ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં કુલ ૧૪,૮૬૨ લોકોને પરમિટ આપવામાં આવી છે. જેમાં છેલ્લા બે વર્ષમાં ૧,૧૪૬ લોકોને નવી પરમિટ આપવામાં આવી છે. વર્ષ ૨૦૨૫માં ૨૪ લોકોની પરમિટ રદ કરવામાં આવી હોવાની માહિતી ગૃહમાં રજૂ કરવામાં આવી છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે જે કિસ્સાઓમાં નિયમોનું ઉલ્લંઘન જણાયું છે અથવા પુરાવાઓ અધૂરા હતા, ત્યાં કડક કાર્યવાહી પણ કરવામાં આવી છે. જેનું ઉદાહરણ વર્ષ ૨૦૨૫માં રદ કરવામાં આવેલી ૨૪ પરમિટ છે. ગુજરાત આમ તો દારૂ બંધી ધરાવતું રાજ્ય છે, પરંતુ સ્વાસ્થ્યના કારણોસર આપવામાં આવતી લિકર પરમીટની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહૃાો છે. તાજેતરમાં સામે આવેલા આંકડા મુજબ, રાજ્યના મુખ્ય ૧૪ જિલ્લાઓમાં લિકર પરમીટ ધારકોની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર થયો છે.

રાજ્યના મહત્ત્વના ૧૪ જિલ્લાઓના ડેટા પર નજર કરીએ તો, હાલમાં કુલ ૩૩,૦૬૧ લિકર પરમીટ ધારકો છે. આ આંકડો દર્શાવે છે કે કાયદૃેસર રીતે લિકર રાખવાની મંજૂરી મેળવનારા લોકોની સંખ્યા વધી રહી છે.

છેલ્લા બે વર્ષમાં પરમીટ મેળવવાની પ્રક્રિયામાં તેજી જોવા મળી છે. છેલ્લા બે વર્ષમાં કુલ ૪,૨૧૬ નવી લિકર પરમીટ ઈશ્યૂ કરવામાં આવી છે. આ જ સમયગાળા દરમિયાન ૧૭,૯૩૧ જૂની પરમીટોને રીન્યુ (નવીકરણ) કરવામાં આવી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે માત્ર નવા લોકો જ નહીં, પરંતુ જૂના પરમીટ ધારકો પણ નિયમિતપણે પોતાની પરમીટ ચાલુ રખાવી રહૃાા છે.

રાજ્યના ૧૪ જિલ્લાઓમાં સૌથી વધુ લિકર પરમીટ ધારકો અમદાવાદ જિલ્લામાં છે. અમદાવાદમાં કુલ ૧૪,૮૬૨ પરમીટ ધારકો નોંધાયા છે, જે કુલ આંકડાના લગભગ ૪૫% જેટલો હિસ્સો ધરાવે છે. આ યાદૃીમાં અમદાવાદ મોખરે છે. જ્યાં એકતરફ પરમીટની સંખ્યા વધી રહી છે, ત્યાં બીજી તરફ નિયમોના ઉલ્લંઘન બદૃલ પરમીટ રદ પણ કરવામાં આવી છે. જોકે, રદૃ થનારી પરમીટની સંખ્યા ઘણી ઓછી છે. સમગ્ર ૧૪ જિલ્લામાં માત્ર ૩૦ લિકર પરમીટ જ રદ કરવામાં આવી છે. આ ૩૦ માંથી ૨૪ પરમીટ તો માત્ર અમદૃાવાદૃમાં જ રદૃ થઈ છે.