સોનાના ભાવમાં સતત ત્રીજા સપ્તાહે ઘટાડો:આ અઠવાડિયે સોનું ₹670 ઘટીને ₹1,20,100 થયું, ચાંદી ₹850 ઘટીને ₹1,48,275 પ્રતિ કિલો થઈ

આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 31 ઓક્ટોબરે સોનું ₹1,20,770 પ્રતિ 10 ગ્રામ હતું, જે 7 નવેમ્બર સુધીમાં ₹670 ઘટીને ₹1,20,100 થયું છે. આ સતત ત્રીજું અઠવાડિયું છે, જ્યારે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 17 ઓક્ટોબરે, સોનું ₹1,29,584 પ્રતિ 10 ગ્રામ હતું.

ચાંદીની પણ આવી જ સ્થિતિ છે. ગયા અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે (31 ઓક્ટોબર) 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 1,49,125 રૂપિયા હતો, જે આ અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસ, 7 નવેમ્બર સુધીમાં 850 રૂપિયા ઘટીને 1,48,275 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થયો છે.

સોના અને ચાંદીના ભાવમાં ઘટાડાને કારણે

  • ભારતમાં મોસમી ખરીદી પૂર્ણ થઈ: દિવાળી જેવા તહેવારો પછી ભારતમાં સોના અને ચાંદીની ખરીદી ધીમી પડી ગઈ છે. એના કારણે સોના અને ચાંદીની માગમાં ઘટાડો થયો છે.
  • વૈશ્વિક તણાવમાં ઘટાડો: સોના અને ચાંદીને ‘સેફ હેવન’ માનવામાં આવે છે, એટલે કે લોકો મુશ્કેલ સમયમાં એને ખરીદે છે. વૈશ્વિક તણાવમાં ઘટાડો થવાથી એના ભાવમાં ઘટાડો થયો છે.
  • પ્રોફિટ ટેકિંગ અને ઓવરબોટ સિગ્નલ: રોકાણકારો તેજી પછી પ્રોફિટ બુક કરી રહ્યા છે. રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (RSI) જેવાં ટેક્નિકલ ઈન્ડિકેટર્સ દર્શાવે છે કે કિંમતો ઓવરબોટ ઝોનમાં પહોંચી ગઈ છે, તેથી ટ્રેન્ડ ફોલોઅર્સ અને ડીલરો વેચાણ શરૂ કરી દીધું છે.

આ વર્ષે સોનું ₹43,938 અને ચાંદી ₹62,258 મોંઘું થયું

  • આ વર્ષે અત્યારસુધીમાં સોનાના ભાવમાં ₹43,938નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹76,162 હતો, જે હવે વધીને ₹1,20,100 થઈ ગયો છે.
  • આ દરમિયાન ચાંદીના ભાવમાં પણ ₹62,258નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ એક કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹86,017 હતો અને હવે એ વધીને ₹1,48,275 પ્રતિ કિલોગ્રામ થયો છે.