ગોધરા તાલુકાના તરવડી ગામે એક યુવકે અગમ્ય કારણોસર કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને પોલીસે આગળ તપાસ હાથ ધરી હતી.
ગોધરા તાલુકાના તરવડી ગામના આંબલી ફળિયામાં રહેતા ૨૧ વર્ષના કોૈશિકભાઈ વિક્રમભાઈ પટેલ ગત તા.૧૫ નવેમ્બરના રોજ સવારે પોતાના ધરેથી નીકળ્યા હતા. તે બાદ તેમણે ફળિયામાં જ રહેતા રેશમબેનના ધર આગળ આવેલા કુવાના પાણીમાં કોઈ અગમ્ય કારણોસર ઝંપલાવ્યુ હતુ જેથી ડુબી જવાના કારણે મોત નીપજયું હતુ. ધટના અંગે શાંતાબેન પ્રતાપભાઇ સોમાભાઈ પટેલે ગોધરા તાલુકા ૫ોલીસ મથકે જાણ કરી હતી. જેથી પોલીસે આ અંગે એડી નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.