દે.બારીઆ તાલુકામાં ચાલુ વર્ષે ખેડુતો પર કુદરતનો બેવડો માર પડયો છે. એક તરફ ઓછા વરસાદના કારણે ચોમાસુ પાકને નુકસાન થયુ, તો બીજી તરફ પાક તૈયાર થવાના સમયે પડેલા કમોસમી વરસાદે ખેડુતોની આશા પર પાણી ફેરવી દીધુ છે. હવે ચોમાસુ પાકમાં નુકસાન સહન કર્યા બાદ ખેડુતો શિયાળુ વાવેતરની તૈયારી કરી રહ્યા છે. પરંતુ તેમની સામે સોૈથી મોટો પ્રશ્ર્ન સિંચાઈના પાણીનો ઉભો થયો છે.
તાલુકાના ખેડુતોએ આ વર્ષે ચોમાસાની શઆતમાં સારા વરસાદની આશા સાથે મકાઈ, મગફળી, કપાસ, સોયાબીન અને ડાંગર સહિતના ૫ાકોનુ વાવેતર કર્યુ હતુ. પરંતુ વરસાદ ખેંચાતા ખેતરોમા ઉભા પાક પર તેની વિપરીત અસર જોવા મળી હતી. લાંબા સમય સુધી વરસાદ નહિ થતાં અનેક ખેતરોમાં પાક સુકાવવા લાગ્યો હતો. કેટલાક ખેડુતોનો પાક તો શઆતના તબકકામાં જ નિષ્ફળ જવાની સ્થિતિમાં આવ્યો હતો. જે ખેડુતો પાસે કુવા કે બોરમાં થોડુ ધણી પાણી ઉપલબ્ધ હતુ તેમણે મોંઘા ખર્ચે ડિઝલ અને મોટર દ્વારા પાણી આપીને પાકને બચાવવાને પ્રયાસ કર્યો હતો. પોતાની બચત ખર્ચીને અને જર પડ્યે દેવુ કરીને પણ ખેડુતોએ ઉભા પાકને જીવંત રાખવા મહેનત કરી હતી. ખેડુતોની માંગણી છે કે, તેમને સરકાર પાસે કોઈ મોટી અપેક્ષા નથી. પણ સમયસર સિંચાઈનુ પાણી મળી રહે,ખેતી માટે જરી સામગ્રી વ્યાજબી ભાવે મળે, અને મહેનતથી પેયાર કરેલ પાકોના યોગ્ય ભાવો મળે તો ખેડુતો પોતાની ખેતી સારી રીતે કરી શકે છે. ઉલ્લેખનિય છે કે, દે.બારીઆ તાલુકાના તળાવોમાં ઉદ્વવહન સિંચાઈ યોજનાનુ પાણી છોડાય તો, તળાવોમાં પાણી ભરાતા કુવા અને બોરના પાણીનુ સ્તર ઉંચુ આવી શકે. તેમજ ખેડુતો શિયાળુ પાક પકવી શકે તેમ છે.