છોટાઉદેપુર જિલ્લામાં ૧૦ લાખથી વધુ આદિવાસી સમાજની વસ્તી છે. જિલ્લામાં નસવાડી, પાવીજેતપુર, સંખેડા, બોડેલી, કવાંટ, કદવાલ અને છોટાઉદેપુર સહિત ૭ તાલુકાઓ આવેલા છે.
તાલુકાઓમાં વિકાસના કામો ફાળવવા માટે સરકાર દ્વારા પ્રાયોજના વહીવટદારની કચેરી છોટાઉદેપુરને એપ્રિલ મહિનામાં ૯૯ કરોડ રૂપિયાથી વધુની રકમ ફાળવી હતી. આ રૂ.૯૯ કરોડના વિકાસ કામોનુ આયોજન પ્રભારી મંત્રી, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લા પંચાયતના પ્રમુખો, ધારાસભ્યો, સાંસદ સભ્યો અને જિલ્લા કલેકટરની આગેવાનીમાં કર્યુ હતુ. આ આયોજનને પ્રાથમિક મંજુરી આપી હતી. પ્રાયોજના વહીવટદારની કચેરીના સત્તાધિશો દ્વારા હજુ સુધી વહીવટી મંજુરી આપી નથી. ગ્રામ પંચાયતોના સરપંચોની પાંચ વર્ષની મુદ્દત ડિસેમ્બર મહિનામાં પુર્ણ થઈ રહી છે. આગામી દિવસોમાં ચુંટણીની આચારસંહિતા લાગુ થવાની શકયતા છે. જો તે પહેલા વિકાસ કામોને વહીવટી મંજુરી નહિ મળે તો આ કામો શ થઈ શકશે નહિ. ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાયા બાદ ગામડાઓમાં ચુંટણીની ગરમાગરમી અને નવી પંચાયતોની રચનાની પ્રક્રિયામાં સમય વિતી જશે. પરિણામે આ રૂ.૯૯ કરોડની ગ્રાન્ટના વિકાસ કામો માટે બીજુ વર્ષ પણ વિતી જવાની ભિતી સેવાઇ રહી છે. વર્ષ-૨૦૨૫/૨૬ માં ખેડુતોના ખેતરોમાં બોર બનાવવાના કામો માટે ૭ કરોડ પિયાથી વધુની ગ્રાન્ટ મંજુર કરી હતી. પરંતુ વહીવટી મંજુરી આપ્યા બાદ પણ તેની ગ્રાન્ટ ફાળવી નથી. ત્રણ કરોડ રૂપિયાથી વધુના બોરના કામોની ગ્રાન્ટ પણ હજુ સુધી ફાળવી ન હોવાની રજુઆતો સામે આવી રહી છે.