ગોધરા તાલુકાના બેટીયા ગામે એલ.સી.બી.પોલીસે કટીંગ કરતા રૂ.૫.૩૩ લાખનો દારૂ ઝડપ્યો

ગોધરા તાલુકાના બેટીયા ગામ પાસે એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે ચેકીંગમાં હોય દરમિયાન નંબર વગરની ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો દારૂ લાવીને કટીંગ કરતો હોય તે સ્થળે રેઈડ કરતા વિદેશી દારૂ તથા બીયરની બોટલો મળી નંગ-૨૧૧૧ કિંમત રૂ.૫,૩૩,૨૨૩ અને ગાડી મળી રૂ.૮,૩૩,૨૨૩/-ના મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. રેઈડ દરમિયાન આરોપી નાશી છુટીયો હતો.

ગોધરા તાલુકાના બેટીયા ગામે રહેતા દિપેશ ઉર્ફે ભાથુ ગણપતસિંહ ચૌહાણ પોતાની નંબર વગરની ઈકો ગાડીમાં ભારતીય બનાવટનો દા‚ લાવીને કટીંગ કરી રહ્યો છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે બેટીયા ગામે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ તથા બીયરની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો નંગ-૨૧૧૧ કિંમત રૂ.૫,૩૩,૨૨૩/- તથા ગાડી મળી કુલ રૂ.૩૩,૨૨૩/-નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. રેઈડ દરમિયાન આરોપી નાશી છુટીયો હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.