ગોધરા શહેરમાં વાવડી ખુર્દની સત્યમ સોસાયટી માંથી ઘર આંગણે પાર્ક કરેલી બાઇકની ચોરી, અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો

ગોધરા શહેરના વાવડી ખુર્દ વિસ્તારમાં આવેલી સત્યમ સોસાયટી માંથી રાત્રિ દરમિયાન ઘર આંગણે મુકેલી બાઇક અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી ફરાર થઈ જતાં ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગોધરા તાલુકાના વાવડી ખુર્દ સ્થિત સત્યમ સોસાયટીમાં રહેતા સપનાબેન કિશનભાઇ સોલંકીએ પોતાની બાઈક પોતાના ઘર પાસે પાર્ક કરી હતી. તારીખ ૨૫ ઓક્ટોબરના સાંજથી તારીખ ૨૬ ઓક્ટોબરના સવારના સમયગાળા દરમિયાન કોઈપણ સમયે કોઈ અજાણ્યો તસ્કર આશરે ‚પિયા ૨૫,૦૦૦ ની કિંમતની આ બાઇક ચોરી કરી લઈ ગયો હતો.આ બનાવ અંગે ફરિયાદી ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાજર થતાં પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિ‚દ્ધ ચોરીનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.