ગોધરા પુર્વ વન વિભાગ દ્વારા લાકડા ચોરીનો ગુનો નોંધાયા બાદ ઈસમોને માર માર્યાનો આક્ષેપ

ગોધરાના ચંચેલાવ પાસે વાનમાં ખેરના લાકડા ભરી જતા ગોધરા પુર્વ વન વિભાગના અધિકારી દ્વારા ગાડી ઉભી રખાવી હતી. ગાડીમાં ખેરના લાકડાની પાસ પરમીટની માંગણી કરતા વાનમાં હાજર ઈસમોએ પરમીટ આપી ન હતી. વન વિભાગના અધિકારીએ લાકડા ભરેલી ગાડી સાથે ઈસમોએ રાત્રે પકડી પાડ્યા હતા. વન વિભાગે જંગલમાંથી ખેરના લાકડા કટિંગ કરીને ચોરી કરી જતા પકડાઈ ગયા હોવાનુ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ દ્વારા ઈમ્તીયાઝ મોહંમદ હનીફ કલંદર, યાસીન હા‚ન કલંદર તથા જગેશભાઈ ફતાભાઈ નાયકાને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે સોમવારે મોડી સાંજે લઈને ફોરેસ્ટ વિભાગના અધિકારી આવ્યા હતા. જયારે ઈમ્તીયાઝ કલંદર તથા તેઓની સાથેનાઓએ આક્ષેપ કર્યો કે, તા.૩૧ ઓકટો.શનિવારની મોડી રાત્રે વાહન લઈને આવતા તેઓને વન વિભાગના અધિકારીઓએ પકડી કોલીયારી ગોડાઉન પુર્વમાં લઈ ગય હતા. જયાં તેઓએ માર માર્યાનો આક્ષેપ કર્યો હતો. ૨૪ કલાકમાં કોર્ટમાં રજુ કરવાને બદલે વન વિભાગના પુર્વ વિભાગના અધિકારીએ ગેરકાયદેસર રીતે ગોંધી રાખી અસહ્ય માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. પુર્વ વિભાગની કચેરી ખાતે ત્રણ સામે ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કર્યાનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. ત્રણેય જણ સામે કાર્યવાહી કરીને વન વિભાગે મુકત કર્યા હતા. પરંતુ તેઓના પરિવારજનોએ તેમનો કબ્જો લેતા ન હતા. જેથી વન વિભાગે પોલીસને લેખિત જાણ કરી હોવાનુ જાણવા મળ્યુ છે.