ગોધરાની ઓમકાર સ્કૂલ ખાતે ભાજપનું પ્રશિક્ષણ મહાઅભિયાનમાં કાર્યકર્તાઓ શિબિર યોજાઈ

પંચમહાલ જીલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત ભાજપના કાર્યકર્તાઓ માટે જીલ્લાના વિવિધ મંડળોમાં ૨૪ કલાકના પ્રશિક્ષણ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ અભિયાનના ભાગ‚પે, ગોધરા શહેર, ગોધરા તાલુકા અને મોરવા હડફ તાલુકાના ભાજપ કાર્યકર્તાઓ માટે ગોધરાની ઓમકાર સ્કૂલ ખાતે એક પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રશિક્ષણ દરમિયાન, કાર્યકર્તાઓને ભાજપની વિચારધારા, સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, સરકારની જનકલ્યાણકારી યોજનાઓ અને કાર્યકર્તાઓની જવાબદારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વક્તાઓએ સંગઠનના મૂલ્યો અને સિદ્ધાંતોને લોકો સુધી પહોંચાડવા માટે પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂ‚ં પાડ્યું હતું. આ પ્રશિક્ષણ અભિયાનનો મુખ્ય આશય કાર્યકર્તાઓમાં સંગઠન પ્રત્યે વધુ જાગૃતિ અને કાર્યક્ષમતા વિકસાવવાનો છે, જેથી સંગઠન વધુ મજબૂત બની શકે.