
ગોધરા શહેર બી-ડિવિઝન પોલીસે નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ સરકારી નાણાંની ઉચાપત અને રાયોટિંગ જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતા. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શ કરી છે.
પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક બી.બી. જાડેજા અને ગોધરા બી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગામેતીએ ડી-સ્ટાફને જરી સૂચનાઓ આપી હતી.
ડી-સ્ટાફને મળેલી બાતમીના આધારે, સરકારી નાણાંની ઉચાપતના ગુનામાં વોન્ટેડ જીતેન્દ્ર મગનભાઈ બારીઆ (રહે. સ્વપ્ન સૃષ્ટિ સોસાયટી, ચંદનબાગ પાસે, બામરોલી રોડ, ગોધરા) ને બાવાની મઢી વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની સામે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
બીજી કાર્યવાહીમાં, રાયોટિંગ સહિતના ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપી મુસ્તકીમ રમજાની પઠા (રહે. પોસ્ટ ઓફિસ સામેની ગલી, ગોધરા) ને ગોહયા મહોલ્લા વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો.
ગોધરા બી-ડિવિઝન પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લા પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેનું આ વિશેષ અભિયાન ચાલુ રહેશે.