
ગોધરા શહેરના કનેલાવ તળાવના કિનારે આવેલ લકુલેશ એપાર્ટમેન્ટમાં રહેતા રહિશો ગંદકી અને મચ્છરના ત્રાસથી પરેશાન થઈ રહ્યા છે.
લકુલેશ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો છેલ્લા ધણાં સમયથી ગંદુ પાણી ભરાઈ રહેવા તેમજ ગંદકીને લઈ પરેશાન થઈ રહ્યા છે. એપાર્ટમેન્ટના રહિશો દ્વારા મેન્ટેનન્સ માટે નાણાં ચુકવવામાં આવેલ હોવા છતાં મેન્ટેનન્સ ઉ૫ર ધ્યાન આપવામાં આવતું નથી. ગંદકી અને ગંદુ પાણી એપાર્ટમેન્ટની નીચે અને આસપાસ ભરાઈ રહેવાથી મચ્છરનો ઉપદ્રવ વઘ્યો છે. એપાર્ટમેન્ટમાં રહેતાલોકો મચ્છરજન્ય રોગના ભોગ બની રહ્યા છે. એપાર્ટમેન્ટનું સંચાલન કરતા સંચાલકને મેન્ટેનન્સના રેગ્યુલર નાણાં ભરવા છતાં પ્રાથમિક સમસ્યાની ઉપેક્ષા કરવામાં આવી રહી છે. ગંદકી અને ઉભરાતા ગંદાપાણીથી પરેશાન રહિશો સ્વચ્છતા જળવાય અને ગંદાપાણીના નિકાલ કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે. એપાર્ટમેન્ટના રહિશોની મુશ્કેલીઓ સમજીને સમસ્યાનું સમાધાન થાય તે જરી છે.