ગીર સોમનાથના તાલાલામાં ફરી ધરતી ધ્રૂજી, સતત ત્રીજા દિવસે ભૂકંપનો આંચકો

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા પંથકમાં ફરી એકવાર ધરતી ધ્રૂજી ઊઠી છે. મોડી રાત્રે ૧૧:૪૬ વાગ્યે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૨.૫ નોંધાઈ છે. આ આંચકો સતત ત્રીજા દિવસે અનુભવાયો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો છે.ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજિકલ રિસર્ચ અનુસાર, આ ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી આશરે ૨૫ કિલોમીટર દૂર નોંધાયું છે. આંચકો હળવો હોવા છતાં તાલાલા અને આસપાસના ગામોમાં સ્પષ્ટપણે અનુભવાયો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટા નુક્સાનના અહેવાલ નથી.

આ વર્ષના ડિસેમ્બર મહિનામાં તાલાલા પંથકમાં ૫૦થી વધુ ભૂકંપના આંચકા નોંધાયા છે, જેમાંથી કેટલાકની તીવ્રતા ૩.૦થી ઉપરની હતી. તાજેતરમાં ૨૯ ડિસેમ્બરે એક જ દિવસમાં ૪ આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.નિષ્ણાતોના મતે, સૌરાષ્ટ્રનો આ વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ સંવેદનશીલ છે. અહીંની પથરાળ જમીન અને ભૂગર્ભીય હિલચાલને કારણે વારંવાર હળવા આંચકા આવતા રહે છે. ખાસ કરીને મોનસૂન પછી પાણીનું ભૂગર્ભમાં પ્રવેશવું આ પ્રકારની ગતિવિધિઓને વેગ આપે છે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકાઓની શ્રેણી ચાલુ છે.મંગળવારે (૨૯ ડિસેમ્બર) એક જ દિવસમાં ચાર આંચકા અનુભવાયા હતા,જેમાં સવારે ૬:૦૭ વાગ્યે ૩.૨ તીવ્રતાનો સૌથી મોટો આંચકો નોંધાયો હતો. આ આંચકાઓથી તાલાલા અને આસપાસના ૨૦ જેટલા ગામોમાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઘણા લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા.ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ અને અન્ય ોતો અનુસાર, આ આંચકાઓનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૮ થી ૨૪ કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વ દિશામાં હતું. હજુ સુધી કોઈ જાનહાનિ કે મોટા નુક્સાનના અહેવાલ નથી, પરંતુ સતત આવતા આંચકાઓથી સ્થાનિક વસ્તીમાં ચિંતા વધી છે.

આ પહેલાં ડિસેમ્બર મહિનામાં જ ૧૨મી તારીખે ૩.૩ તીવ્રતાનો ભૂકંપ અને ૫મી તારીખે ૧.૬ તથા ૧.૪ તીવ્રતાના આંચકા નોંધાયા હતા. છેલ્લા ૧૫ કલાકમાં તો ૯ જેટલા આંચકા અનુભવાયા હોવાના અહેવાલ છે.

ભૂસ્તરશાીઓના મતે, તાલાલા વિસ્તાર પથરાળ જમીન અને ફોલ્ટ લાઇન્સને કારણે ભૂકંપ પ્રવણ છે. ગીરના જંગલોની નીચેની પ્લેટોમાં હિલચાલ અને વરસાદી પાણીનું દબાણ પણ આ સ્વોર્મ (આંચકાઓની શ્રેણી) માટે જવાબદાર હોઈ શકે છે. આ વિસ્તાર ભૂકંપના સંવેદનશીલ ઝોનમાં આવે છે, જ્યાં અગાઉ પણ ૨૦૦૭, ૨૦૧૧ જેવા વર્ષોમાં સ્વોર્મ એક્ટિવિટી જોવા મળી છે.સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે