
રાજ્યમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે પણ કચ્છના ગાંધીધામમાંથી એક દયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને આર્થિક સંકળામણથી કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ મામલે મૃતકની પત્નીએ ૧૪ વ્યાજખોરો સહિત કુલ ૧૮ શખ્સો સામે આદિૃપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
મૃતક દિપેશ ત્રિપાઠી પાસે બાલાજી વેફર્સની એજન્સી હતી. પોલીસ ફરિયાદૃ મુજબ, ‘કટારિયા એન્ટરપ્રાઈઝના કેટલાક વ્યક્તિઓ સાથેના વિખવાદને કારણે તેમનો ધંધો ખોરવાઈ ગયો હતો. ધંધો ઠપ થતાં અને આર્થિક સંકળામણ ઊભી થતાં દિૃપેશે ઘર ચલાવવા અને દૃેવું ચૂકવવા અલગ-અલગ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. ધીરે ધીરે તેઓ વ્યાજખોરોના એવા ચુંગાલમાં ફસાયા કે વ્યાજ ચૂકવવામાં જ પાયમાલ થઈ ગયા.
ફરિયાદમાં નોંધાયેલા ચોંકાવનારા આરોપો મુજબ, દિપેશે કરણ આહીર નામના શખ્સ પાસે પોતાની પત્નીના દૃાગીના ગીરો મૂક્યા હતા. જોકે, લીધેલી મૂડી કરતાં પણ વધુ વ્યાજ ચૂકવી દૃીધું હોવા છતાં, કરણ દૃાગીના પરત આપતો નહોતો. જ્યારે દિપેશ પોતાની અમાનત લેવા ગયા, ત્યારે કરણના પિતા અને અન્ય શખ્સોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, ભચાઉ, ભુજ અને આદિૃપુરના અનેક વ્યાજખોરો સતત ફોન કરીને પઠાણી ઉઘરાણી કરતા હતા, જેના કારણે તેઓ ભયંકર માનસિક ત્રાસ વેઠી રહૃાા હતા.
દિપેશે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ અને વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું, જેમાં તેમણે પોતાની વ્યથા અને વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે આ પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે.
પોલીસે આ ગંભીર બાબતે ત્વરિત કાર્યવાહી કરતા કુલ ૧૮ શખસો સામે ગુનો નોંધી કાયદૃેસરની તપાસ હાથ ધરી છે. આ ફરિયાદૃમાં જે મુખ્ય નામો સામે આવ્યા છે તેમાં કરણ આહીર અને ડાયાલાલ આહીર, ભચાઉના નુટભા સોઢા તેમજ ભુજની રોશની આનંદ ભટ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મુકેશ અને હરેશ મિરાણી, લોન એજન્ટ તરીકે કામ કરતા પ્રકાશ મોદૃી, ધર્મેન્દ્રિંસહ ભાટી ઉર્ફે ધમો અને ક્રિપાલિંસહ સહિતના અન્ય વ્યાજખોરો સામે પણ પોલીસ ફરિયાદ દૃાખલ કરવામાં આવી છે.
૫ માર્ચના રોજ બપોરે ભરેલા આ અંતિમ પગલાથી ભાજપના સ્થાનિક સંગઠન અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પત્નીએ િંહમત દૃાખવીને પોલીસમાં તમામના નામ આપ્યા છે, જેથી અન્ય કોઈ આ વ્યાજખોરોનો શિકાર ન બને.