ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર! છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬ કેસ સાથે કુલ આંક ૨૧૮ પર પહોંચ્યો

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રોગચાળો વકરતા તંત્રની િંચતામાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ટાઇફોઇડના નવા ૬ કેસ નોંધાયા છે, જેને પગલે અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા ૨૧૮ પર પહોંચી ગઈ છે. દૃૂષિત પાણીના કારણે ફેલાયેલા આ રોગચાળાને પગલે હોસ્પિટલોમાં દૃર્દૃીઓનો ધસારો જોવા મળી રહૃાો છે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પાલિકાને શહેરમાં પાણીની લાઈનોમાં ૫૮ જેટલા લિકેજ મળી આવ્યા છે. અત્યાર સુધી લેવામાં આવેલા ૬,૦૬૬ પાણીના સેમ્પલમાંથી ૧૩૬ સેમ્પલ ફેઈલ સાબિત થયા છે, જે દૃૂષિત પાણી પુરવઠાની પુષ્ટિ કરે છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે ૧૦ થી વધુ ડોક્ટરો અને ૧૦૦ થી વધુ નર્સિંગ સ્ટાફને યુદ્ધના ધોરણે મેદૃાનમાં ઉતારવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ટાઇફોઇડના કુલ ૨૧૮ કેસ નોંધાયા છે જેમાંથી ૪૧ દૃર્દૃીઓ હજી પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહૃાા છે. જોકે રાહતની વાત એ છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ દૃર્દૃીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. હોસ્પિટલોમાં બેડ અને દૃવાનો પૂરતો જથ્થો રાખવા માટે કડક સૂચનાઓ આપી દૃેવામાં આવી છે.

મહાનગરપાલિકાની ટીમો હાલ ઘરે-ઘરે જઈને ક્લોરીનેશનની તપાસ કરી રહી છે. તંત્ર દ્વારા લોકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે પાણી ઉકાળીને પીવું અને બહારનો ખુલ્લો ખોરાક ખાવાનું ટાળવું. દૃૂષિત પાણીના લિકેજ રિપેર કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે જેથી રોગચાળાને ફેલાતો અટકાવી શકાય.