
આજની તારીખે જ્યારે શહેરો પોતાની સુવિધાઓ માટે જાણીતા છે, ત્યારે અભલોડ ગામતળ 4015ની વસ્તી સાથે પ્રગતિ અને સંસ્કૃતિનો અનોખો સમન્વય રજૂ કરે છે. 68%ના પ્રભાવશાળી સાક્ષરતા દર સાથે આ ગામ માત્ર વસવાટનું સ્થળ નથી પરંતુ વિકાસના માર્ગે અગ્રેસર એક જીવંત સમુદાય છે.
ગામના મધ્યમાં સદીઓ જૂનું પુરાતન પ્રસિદ્ધ કાળનું મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ ગામની પૌરાણિક ઓળખ અને ધરોહર છે, જે ગ્રામજનોને તેમની સંસ્કૃતિ સાથે જોડી રાખે છે. શિક્ષણ ક્ષેત્રે અભલોડ ગામતળ ઘણું સજ્જ છે.
બાળકોના ભવિષ્યને ઘડવા માટે અહીં બે હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળા આવેલી છે, જે તમામ જજીરી સુવિધાઓથી સજ્જ છે અને વિદ્યાર્થીઓ માટે રમત-ગમતની પ્રવૃત્તિઓ માટે વિશાળ મેદાન પણ ધરાવે છે. આ શૈક્ષણિક માળખું ગામના ઉચ્ચ સાક્ષરતા દરનું મુખ્ય કારણ છે. સરકારી યોજનાઓ અને ગ્રામ પંચાયતના સક્રિય પ્રયાસોને કારણે અહીં આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
ગ્રામજનોને નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે તે માટે બેંકની સુવિધા ઉપલબ્ધ છે. જાહેર સ્વચ્છતા અને આરોગ્ય જાળવવા માટે સુવ્યવસ્થિત ગટર વ્યવસ્થા કાર્યરત છે. સલામતી અને સુગમતા માટે રાત્રી દરમિયાન આખું ગામ સ્ટ્રીટ લાઈટથી ઝગમગે છે. સૌથી મહત્ત્વપૂર્ણ, ભારત સરકારની મહત્ત્વકાંક્ષી “નલ સે જલ” યોજના અંતર્ગત અહીં પ્રત્યેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે.
અભલોડ ગામતળ જ્યાં મહાદેવ મંદિર પરંપરાને જીવંત રાખે છે અને આધુનિક સુવિધાઓ પ્રગતિની ખાતરી આપે છે. તે હવે જ્ઞાનના ભંડાર એટલે કે લાઈબ્રેરીના સ્વપ્નને સાકાર કરવા તરફ નજર માંડી રહ્યું છે. ગ્રામજનોને આશા છે કે આ સ્વપ્ન ટૂંક સમયમાં પૂરું થશે અને ગામની વિકાસગાથામાં વધુ એક ગૌરવશાળી પ્રકરણ જોડાશે. છાત્રોને વાંચન માટે લાઇબ્રેરીની જજીરિયાત ગામમાં ગ્રંથાલય (લાઈબ્રેરી)ની સુવિધાનો અભાવ. 68% સાક્ષરતા દર ધરાવતું ગામ, જ્યાં જ્ઞાનની તરસ છે. અહી વિદ્યાર્થીઓ અને યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા અને નિયમિત વાંચન માટે એક જગ્યાની તાતી જજીરિયાત છે. ગ્રંથાલયની સ્થાપના અભલોડ ગામતળને શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રે એક નવા શિખરે પહોંચાડશે. મેશાબેન કેહજી ભાભોર, સરપંચ