બોડેલીમાં ક્રેટા માંથી રૂા.4.39 લાખનો દાજી ઝડપાયો : એક આરોપીની ધરપકડ, રૂા.12.44 લાખનો મુદ્દામાલ જપ્ત

બોડેલી પોલીસે ખાંડીયા ગામ પાસેથી એક ક્રેટા ગાડી માંથી રૂા.4,39,524/- નો વિદેશી દાજી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂા.12,44,524/- નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

પોલીસ પેટ્રોલીંગમાં હતી, ત્યારે પી.આઇ. વિનોદ ગાવિતને બાતમી મળી હતી કે ખાંડીયા નજીકથી ક્રેટા ગાડીમાં વિદેશી દાજી લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન, બાતમી મુજબની GJ-06-LF-8788 નંબરની ક્રેટા ગાડી આવતા તેને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દાજીની કુલ 1812 બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂ4,39,524/- થાય છે. પોલીસે દાજી અને ક્રેટા ગાડી સહિત કુલ રૂા.12,44,524/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં ગાડીના ચાલક વિષ્ણુ રાજૂ રાઠવા (રહે. મોટી સઢલી, તા.જી. છોટા ઉદેપુર) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.