ઈબોલા વાયરસને લઈને ગુજરાત સરકાર એક્શન મોડમાં, અમદાવાદ-સુરતમાં આઇસોલેશન વોર્ડ તૈયાર

આફ્રિકન દેશોમાં ઈબોલા વાયરસના વધી રહેલા કેસોને પગલે ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના ચુસ્ત પાલન માટે રાજ્ય સરકારે સુવ્યવસ્થીત આયોજન કરી દીધું છે. જાકે, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને આશ્વસ્ત કરતા જણાવ્યું છે કે, ગુજરાત કે ભારતમાં હાલની સ્થીતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી, તેથી જનતાએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી.

કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા આફ્રિકન દેશોમાં ઈબોલા વાયરસના કેસો જાવા મળી રહ્યા છે. જેને પગલે આજે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંભવિત ખતરાને પહોંચી વળવા માટે રાજ્યની સજ્જતા અને આગોતરા વહીવટી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આરોગ્ય મંત્રીએ માહિતી આપતા ઉમેર્યું હતું કે, સૌથી વધુ પ્રભાવિત આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ આંતરરાષ્ટÙીય એરપોર્ટ પર સાંજના ૬ વાગ્યાથી લઈને સવારના ૧૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ પેસેન્જરોનું સઘન તબીબી સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ વિશેષ સ્ક્રીનિંગ માત્ર અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે જ છે, અન્ય દેશોના મુસાફરો કે સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કોઈ કારણ નથી.

કોઈપણ કટોકટીની સ્થીતિને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા તબીબી માળખું સજ્જ કરી દેવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ સિવિલ હોસ્પીટલ ખાતે ૩૨ બેડની ડેઝીગ્નેટેડ એપેક્સ હોસ્પીટલ કાર્યરત કરાઈ છે અને સુરત સિવિલ હોસ્પીટલ ખાતે ૧૦ બેડની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ ઉપરાંત, અમદાવાદની જીફઁ હોસ્પીટલ ખાતે શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક સારવાર માટે ૬૦ બેડનો અલાયદો આઇસોલેશન વોર્ડ પણ તૈયાર રાખવામાં આવ્યો છે.

જા કોઈ મુસાફર સ્ક્રીનિંગ દરમિયાન શંકાસ્પદ જણાશે, તો ભારત સરકારની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક આઇસોલેટ કરીને તેની સારવાર શરૂ કરી શકાય તેવી રાજ્ય સરકારની પૂરી તૈયારી છે.