
ભાવનગર જિલ્લામાં સ્થાનિક પોલીસ દારૂ ઝડપી રહી છે, પરંતુ સ્થાનિક પોલીસની નજર ચૂકી જાય ત્યાં સ્ટેટ મોનિટિંરગ સેલની ટીમ સતત નજર રાખીને વિદેશી બનાવટનો ભારતીય ઈંગ્લિસ દારૂના જથ્થા ઝડપી રહી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર મહુવા તાલુકામાં દૃૂધના ટેક્ધરમાં છુપાવેલો વિદૃેશી ઈંગ્લિશદારૂનો મોટો જથ્થો પકડાયો છે.
આમ તો, ભાવનગરમાં ભાવનગર શહેર અને જિલ્લામાં સ્થાનિક પોલીસ દ્વારા દારૂ ઝડપવામાં આવતો હોય છે, પરંતુ સ્ટેટ મોનિટિંરગ સેલ દ્વારા પણ જિલ્લાના મહુવા તાલુકામાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પરથી એક ટેક્ધરમાંથી દૃાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટિંરગ સેલ દ્વારા ટેક્ધર ચાલકને ઝડપીને કુલ ૫ વ્યક્તિઓ વિરુદ્ધ ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના સોમનાથ નેશનલ હાઇવે પર સ્ટેટ મોનિટિંરગ સેલના અધિકારીઓ સિવિલ ડ્રેસમાં પેટ્રોિંલગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે મહુવાના તરેડી પાટિયા પાસે ૐઁ પેટ્રોલ પંપ આગળ ભાદરોડ ગામના બ્રિજથી બૂટીયા નાળા વચ્ચે આવેલા એક મરઘા ફાર્મની સામે જાહેર રોડ ઉપર દૃૂધનું ટેક્ધર ઉભેલું છે જેમાં ટેક્ધરમાં બનાવેલ એક સિકરેટ ખાનામાં વિદૃેશી બનાવટની ભારતીય ઈંગ્લિસ દારૂની બોટલો ભરેલી છે. આ બાતમીના આધારે જગ્યાએ પહોંચી સ્ટેટ મોનિટિંરગ સેલે તપાસ કરતાં લાખો પિયાનો વિદૃેશી બનાવટનો ભારતીય દારૂ ઝડપી લીધો હતો.
સ્ટેટ મોનિટિંરગ સેલ દ્વારા મરઘા ફાર્મની પાસે જાહેર રોડ ઉપર ઉભેલા ટેક્ધર નંબર જીજે ૦૨ ઝેડ ૮૨૩૨ પાસે આવીને તેના ચાલક હનુમાનરામ માંગીલાલ બીશ્ર્નોઈની પૂછપરછ કરી. દૃૂધના ટેક્ધરમાં બનાવેલા સિકરેટ ખાનાની ચાવી મેળવી તપાસ કરતાં પોલીસને ૧૬,૪૧૪ વિદૃેશી બનાવટની ભારતીય ઈંગ્લિસદારૂની બોટલો મળી આવી હતી, જેની િંકમત ૭૮,૦૨,૧૮૪ રૂપિયા છે.
પોલીસે દારૂ, મોબાઇલ અને ટેક્ધર મળીને કુલ ૧,૦૩,૧૩,૭૫૪ રૂપિયાનો મુદ્દામાલ મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સ્ટેટ મોનિટિંરગ સેલ દ્વારા કુલ ૫ વ્યક્તિઓ વિરુદ્ધ ધોરણસર મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં ટેક્ધર ચાલક હનુમાનરામ માંગીલાલ બીશ્ર્નોઈ, ભરત દૃેવાસી, અજાણ્યો શખ્સ (દારૂ ભરનાર), ટેક્ધર માલિક અને દારૂનો જથ્થો લેવા આવનાર તમામ વિરુદ્ધ ગુનો દૃાખલ કરવામાં આવ્યો છે.