ધોળાવીરા જમીન સંપાદન કેસ : હાઇકોર્ટનો સ્પષ્ટ સંદેશ-અંડરટેકિંગ રમકડું નથી; એક લાખનો દંડ ફટકારાયો

ગુજરાત હાઇકોર્ટે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓ સામે કડક વલણ અપનાવીને મહત્ત્વપૂર્ણ ચુકાદૃો આપ્યો છે. જમીન સંપાદૃન મામલે વારંવાર અંડરટેિંકગ આપ્યા છતાં વળતર ચૂકવવામાં નિષ્ફળ રહેવાના કારણે હાઇકોર્ટે છજીૈંના અધિકારીઓને સંયુક્ત રીતે રૂપિયા એક લાખનો દૃંડ ફટકાર્યો છે.

આ મામલે એએસઆઇ દ્વારા વિલંબ માફી માટે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જોકે, સુનાવણી દૃરમિયાન કોર્ટ સમક્ષ એવું બહાર આવ્યું હતું કે અરજદૃારો દ્વારા મહત્ત્વની હકીકતો છુપાવવામાં આવી હતી. ખાસ કરીને એક્ઝિક્યુશન અરજી ફાઇલ થવાની હકીકત કોર્ટથી છુપાવવામાં આવી હોવાનું નોંધાયું હતું. આ કારણે હાઇકોર્ટે એએસઆઇની અરજી ફગાવી દૃીધી હતી અને ખુલ્લી અદૃાલતમાં દૃંડનો હુકમ સંભળાવ્યો હતો.

આ કેસ કચ્છ જિલ્લાના ધોળાવીરા ગામ સાથે સંકળાયેલો છે, જ્યાં પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા વિસ્તારમાં જમીન સંપાદૃન કરવામાં આવ્યું હતું. જમીન સંપાદૃન બાદૃ યોગ્ય વળતર મળતું ન હોવાથી જમીનમાલિકોએ કાનૂની લડત શ‚ કરી હતી. વર્ષ ૨૦૨૩માં ભચાઉ કોર્ટ દ્વારા વળતર અંગે હુકમ આપવામાં આવ્યો હતો.કોર્ટના આ હુકમ બાદૃ દૃાવેદૃારો દ્વારા વળતર મેળવવા માટે એક્ઝિક્યુશન અરજી કરવામાં આવી હતી. આ પ્રક્રિયા દૃરમિયાન એએસઆઇ તરફથી કોર્ટને ખાતરી આપવામાં આવી હતી કે વળતરની રકમ ચૂકવી દૃેવામાં આવશે. નોંધપાત્ર બાબત એ છે કે એએસઆઇના અધિકારીઓએ ચારથી પાંચ વખત અંડરટેિંકગ આપ્યા હતા, છતાં લાંબા સમય સુધી વળતર ચૂકવવામાં આવ્યું નહોતું. વળતર ચૂકવણીમાં થયેલા વિલંબને લઈને એએસઆઇ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી સામે વળતર મેળવવાની પાત્રતા ધરાવતા પ્રતિવાદૃીઓ તરફથી એડવોકેટ જીજ્ઞેશકુમાર નાયક કોર્ટ સમક્ષ હાજર રહૃાા હતા. તેમણે સોગંદૃનામા દ્વારા કોર્ટને વિગતવાર હકીકતો રજૂ કરી હતી.

હાઇકોર્ટે પોતાના ચુકાદૃામાં સ્પષ્ટ નોંધ્યું હતું કે એક્ઝિક્યુશન અરજી અંગેની હકીકત કોર્ટથી છુપાવવામાં આવી.આપેલી બાહેંધરીઓનો અમલ કરવામાં આવ્યો નહીં. અરજદૃારોની વર્તણૂક કોર્ટની પ્રક્રિયા પ્રત્યે બેદૃરકારી દૃર્શાવે છે. આ તમામ મુદ્દાઓને આધારે હાઇકોર્ટે છજીૈંની અરજી રદૃ કરી દૃીધી અને તમામ અરજદૃારોને સંયુક્ત રીતે ‚પિયા એક લાખનો દૃંડ ફટકાર્યો છે. મહત્ત્વનું છે કે દૃંડની રકમ ત્રણ સપ્તાહની અંદૃર હાઇકોર્ટમાં જમા કરાવવાની રહેશે. રકમની વેરિફિકેશન બાદૃ તે કેસના મૂળ દૃાવેદૃારને ચૂકવવામાં આવશે. હાઇકોર્ટના આ ચુકાદૃાને સરકારી વિભાગોની જવાબદૃારી અને અંડરટેિંકગના પાલન અંગે મહત્ત્વપૂર્ણ ગણવામાં આવી રહૃાો છે. કોર્ટનું આ વલણ સ્પષ્ટ સંદૃેશ આપે છે કે ન્યાયિક આદૃેશો અને બાહેંધરીઓનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.