
કર્ણાટક રાજ્યમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં કથિત રીતે કર્ણાટકના ડીજીપી (નાગરિક અધિકાર અમલીકરણ) રામચંદ્ર રાવ એક મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. આ વીડિયોએ વિવાદૃ ઉભો કર્યો હતો. ડીજીપી રામચંદ્ર રાવે આ વીડિયોને બનાવટી અને ખોટો ગણાવ્યો હતો. જોકે, કર્ણાટક સરકારે હવે આ મામલે કડક કાર્યવાહી કરી છે. કર્ણાટક સરકારે પોર્નોગ્રાફિક વીડિયો કેસમાં ડીજીપી ડીસીઆરઇ રામચંદ્ર રાવને સસ્પેન્ડ કર્યા છે.
નોંધનીય છે કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ ડ્ઢય્ઁના કથિત પોર્નોગ્રાફિક વીડિયો અંગે એક નિવેદૃન બહાર પાડ્યું હતું. તેમણે કહૃાું હતું કે જો અધિકારી દૃોષિત સાબિત થશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઝ્રસ્ સિદ્ધારમૈયાએ કહૃાું, “અમે આની તપાસ કરીશું. મને આજે સવારે આ વિશે ખબર પડી. અમે તેમની સામે શિસ્તભંગની કાર્યવાહી શ કરીશું. કોઈ પણ કાયદૃાથી ઉપર નથી, પછી ભલે તે ગમે તેટલો વરિષ્ઠ પોલીસ અધિકારી હોય.”
આ ઘટના અંગે ડીજીપી રામચંદ્ર રાવે કહૃાું, “હું પણ વિચારી રહૃાો છું કે આ કેવી રીતે અને ક્યારે બન્યું, અને કોણે તેને અંજામ આપ્યો. આજકાલ કંઈ પણ થઈ શકે છે. મને તેના વિશે કોઈ માહિતી નથી. હું ચોંકી ગયો છું. આ બધું બનાવટી અને ખોટો છે. આ વીડિયો સંપૂર્ણપણે નકલી છે. મને તેના વિશે કોઈ માહિતી નથી.ડીજીપી રામચંદ્ર રાવે જણાવ્યું હતું કે તેઓ આ મામલે આગળની કાર્યવાહી અંગે તેમના વકીલ સાથે વાત કરશે.
કર્ણાટકના મંત્રી લક્ષ્મી હેબ્બલકરે પણ આ મામલે એક નિવેદૃન બહાર પાડ્યું. તેમણે કહૃાું કે જો કોઈએ કંઈ ખોટું કર્યું છે, તો સરકાર તેમની સામે કાર્યવાહી કરશે. તેમણે વધુમાં કહૃાું, “મહિલા અને બાળ વિકાસ મંત્રી તરીકે, હું તમને કહી શકું છું કે અમે વરિષ્ઠતાને ધ્યાનમાં લીધા વિના કાર્યવાહી કરીશું.” દૃરમિયાન, ભાજપના ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી એસ. સુરેશ કુમારે આ ઘટનાની િંનદૃા કરતા તેને અક્ષમ્ય ગુનો ગણાવ્યો.