દારૂ ના નશામાં હેડ કોન્સ્ટેબલ જ બન્યો છાકટો, કણભાના કુહાના ગામ લોકોએ મેથીપાક ચખાડ્યો

શહેરના કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ગામની એક દૃુકાનમાં આતંક મચાવ્યાના સમાચાર સામે આવી રહૃાા છે. રવિવારે ૨૨મી માર્ચની રાત્રે અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનની હદના કુહા ગામમાં હેડ કોન્સ્ટેબલ દિૃપક ડામોરે ફાસ્ટફૂડવાળાની દૃુકાનમાં ધમાલ કરી હતી. ગામલોકોના આક્ષેપ પ્રમાણે, ત્યારે કોન્સ્ટેબલ દારૂના નશામાં હતો. તેની કારમાંથી પણ દારૂ‚ની બોટલો મળી આવી હતી. જે બાદ ત્યાં આવેલા લોકો અને અન્ય ગામજનોએ હેડ કોન્સ્ટેબલ દિૃપક ડામોરને મેથીપાક ચખાડ્યો હતો. કણભા પોલીસે દિપક ડામોર વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદૃાવાદૃ ગ્રામ્યના કણભામાં આવેલા કુહા ગામનો આ કિસ્સો છે. કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિપક ડામોર રવિવારે રાતે કુહા ગામના એક ફાસ્ટ ફૂડવાળાની દૃુકાનમાં ગયો હતો. જ્યાં હેડ કોન્સ્ટેબલે ધમાલ કરી હતી. ત્યારે ગામલોકોનો આક્ષેપ છે કે, આ પોલીસ કર્મી દૃા‚ના નશામાં હતો. જેથી ગામલોકોએ તેની ગાડી તપાસી તો તેમાંથી ખાલી અને ભરેલી દારૂ‚ની બોટલો મળી આવી હતી. સ્થાનિક લોકોએ આ અંગેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં હેડ કોન્સ્ટેબલ દિપક ડામોર દારૂ‚ના નશામાં હોવાનું દૃેખાઈ રહૃાું છે. આ પોલીસ કર્મીની કારમાંથી દારૂ ની ખાલી બોટલો અને ગ્લાસ મળ્યા છે.

જે બાદ સ્થાનિક લોકોએ ૧૧૨ને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દૃોડી આવ્યા હતા. જેથી દિપક ડામોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલા બાદૃ કણભા પોલીસે હેડ કોન્સ્ટેબલ દિપક ડામોર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.