ગુજરાતમાં ચૂંટણીનો માહોલ ગરમાયો: અમદાવાદ સહિત ૧૫ મનપાલિકાની મતદાર યાદી જાહેર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહૃાો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અમદાવાદ સહિત ૧૫ મહાનગરપાલિકાની મતદાર યાદૃી સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. સાથે જ ૭૨ નગરપાલિકાઓ તેમજ ૪૨ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની મતદાર યાદૃી પણ જાહેર કરવામાં આવી છે.

આ પગલાંને લઈને સ્પષ્ટ સંકેત મળી રહૃાો છે કે રાજ્યમાં ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે. મતદાર યાદૃી જાહેર થતા રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ તેજ કરી દૃીધી છે.

ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી યાદૃી મુજબ મતદારોને પોતાની વિગતો ચકાસવા અને જો કોઈ ભૂલ હોય તો સુધારા માટે તક આપવામાં આવી છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણીની તારીખો જાહેર થવાની શક્યતા વધુ મજબૂત બની છે.

રાજ્યના રાજકીય વર્તુળોમાં હવે ચર્ચા છે કે ગમે ત્યારે ચૂંટણી કાર્યક્રમ જાહેર થઈ શકે છે. પક્ષો દ્વારા ઉમેદૃવારોની પસંદૃગી, પ્રચારની વ્યૂહરચના અને સંગઠન મજબૂત કરવાની કામગીરી ઝડપી બની ગઈ છે. આગામી દિવસોમાં ચૂંટણીની તારીખો જાહેર થતા રાજ્યમાં રાજકીય ગરમાવો વધુ વધવાની શક્યતા છે.