
યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમ નિમિત્તે યોજાતી પદયાત્રાને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જે મુજબ ફાગણી પૂનમને લઈ યોજાતી પદયાત્રામાં પદયાત્રી માર્ગ ઉપર કોઈપણ વ્યક્તિ ડીજે અથવા લાઉડ સ્પીકર નહીં વગાડી શકે.તેમજ પદૃયાત્રી રૂટ ઉપર સ્ટેજ કે મંચ બનાવીને કોઈપણ સંસ્થા કે ટ્રસ્ટ લાઉડ સ્પીકર મૂકી પ્રોગ્રામ નહીં કરી શકે.
પદૃયાત્રીઓની સલામતી,સુવિધા અને પર્યાવરણની જાળવણી સાથે સરકારની ગાઈડલાઈનના પાલન માટે જીલ્લા વહીવટી તંત્ર અને ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ડાકોર ટેમ્પલ કમિટીના ચેરમેન પરિન્દૃુ ભગતે જણાવ્યું હતું કે, ડાકોર ખાતે યોજાનાર ફાગણી પૂનમના મેળા દરમ્યાન કાયદૃો વ્યવસ્થા જળવાય અને શ્રદ્ધાળુઓની સુવિધા માટે જીલ્લા વહીવટી તંત્ર તેમજ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા વિવિધ નિર્ણયો કરવામાં આવ્યા છે.જેમાં પદયાત્રી માર્ગ ઉપર કોઈપણ વ્યક્તિ ડીજે અથવા લાઉડ સ્પીકર નહીં વગાડી શકે.તેમજ પદૃયાત્રી રૂટ ઉપર સ્ટેજ કે મંચ બનાવીને પણ કોઈપણ સંસ્થા કે ટ્રસ્ટ લાઉડ સ્પીકર મૂકી પ્રોગ્રામ નહીં કરી શકે.પદૃયાત્રીઓની સલામતી,સુવિધા અને પર્યાવરણની જાળવણી સાથે સરકારની ગાઈડલાઈનના પાલન માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. હજી એક મિટીંગ યોજીને તેમાં પણ કેટલાક નિર્ણયો લેવામાં આવશે.
૩ માર્ચના રોજ ફાગણી પૂનમે વહેલી સવારે બે વાગે મંગળા આરતી થશે.પૂનમના દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી બપોરે બે વાગે મંદિૃરના દ્વાર બંધ થઈ જશે.જે બાદ ભક્તો દર્શન કરી શકશે નહી.બીજે દિવસે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વારા ખુલશે.
યાત્રાધામ ડાકોર ખાતે આગામી ૧ થી ૩ માર્ચ દૃરમિયાન ફાગણી પૂનમનો મેળો યોજાનાર છે. ફાગણી પૂનમના મેળાને લઈ લાખો ભાવિકો ડાકોર ઉમટવાના છે. જેને લઈ શાંતિપૂર્ણ માહોલમાં મેળો યોજાય તેમજ વ્યવસ્થા જળવાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર તેમજ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા બેઠકો યોજી વિવિધ નિર્ણયો લેવામાં આવી રહૃાા છે. ડાકોર ગોમતી તળાવની ફરતે લોકોની અવરજવર સંપૂર્ણ બંધ કરવામાં આવશે.
૨૦૦૦થી વધુ પોલીસ સ્ટાફની સુરક્ષા માટે નિયુક્તિ, કુલ ૮ બંદૃોબસ્ત પોઇન્ટ,૭પોલીસ સહાયતા કેન્દ્રો અને નેત્રમ અને સીસીટીવી દ્વારા બાજ નજરે પરિસ્થિતિઓનું મોનિટિંરગ કરવામાં આવશે. આવનારા ભક્તોને સરળતાથી દર્શન થઈ શકે માટે ટેમ્પલ કમિટી દ્વારા ઠેક ઠેકાણે દર્શનની સ્ક્રીન પણ ઉભી કરવામાં આવશે, સાથે જ બસ સ્ટેશન પરથી જ યાત્રીઓને મંદિૃરનો પ્રસાદ મળી શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે.