દાહોદ નકલી કચેરી કૌભાંડમાં EDની મોટી કાર્યવાહી, રૂ.૨૨.૭૦ કરોડની મિલકતો જપ્ત

દાહોદ જીલ્લામાં લાંબા સમયથી ચર્ચામાં રહેલા નકલી સરકારી કચેરી કૌભાંડમાં હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નકલી સરકારી કચેરીઓ ઉભી કરી સરકારી ગ્રાન્ટની કરોડો ‚પિયાની રકમનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હોવાના કેસમાં EDએ કૌભાંડ સાથે સંકળાયેલા અબુબકર સૈયદ અને તેના સાથીદારો સામે કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે રૂ.૨૨.૭૦ કરોડની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પ્રાથમિક તપાસમાં સામે આવેલા આક્ષેપો મુજબ આરોપીઓએ સરકારી કચેરીઓ જેવી વ્યવસ્થા ઊભી કરી સરકારી તંત્ર સાથે છેતરપિંડી આચરી હતી. નકલી દસ્તાવેજો અને કચેરીઓનો ઉપયોગ કરીને વિવિધ સરકારી યોજનાઓ હેઠળ મળતી ગ્રાન્ટનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો આ કેસમાં સામે આવ્યા હતા.

સરકારી નાણાંની હેરાફેરીના આક્ષેપોને પગલે સમગ્ર મામલો તપાસ એજન્સીઓની નજર હેઠળ આવ્યો હતો. હવે EDદ્વારા નાણાકીય વ્યવહારોની તપાસ સાથે આરોપીઓની મિલકતો અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

EDની કાર્યવાહી હેઠળ રૂ.૨૨.૭૦ કરોડની સ્થાવર તથા જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ કાર્યવાહીથી કૌભાંડમાંથી મેળવવામાં આવેલી હોવાનું મનાતી સંપત્તિ અને નાણાકીય વ્યવહારો અંગે તપાસને વધુ વેગ મળ્યો છે.

આ ઉપરાંત કૌભાંડમાં નાણાં ક્યાંથી આવ્યા, કઈ રીતે સરકારી ગ્રાન્ટ મેળવવામાં આવી અને ત્યારબાદ આ નાણાંનો ઉપયોગ ક્યાં કરવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ આગળ વધે તેવી શક્યતા છે.

EDની કાર્યવાહી બાદ કૌભાંડ સાથે સંકળાયેલા અન્ય વ્યક્તિઓમાં પણ ફફડાટ ફેલાયો છે. કરોડોની મિલકતો જપ્ત થયા બાદ હવે સમગ્ર નાણાકીય નેટવર્કની તપાસ વધુ ઊંડાણપૂર્વક થાય તેવી શક્યતા છે. કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિ, સંસ્થા કે મધ્યસ્થીની ભૂમિકા હતી કે કેમ તે અંગે પણ તપાસ એજન્સીઓ દ્વારા વિગતો એકત્ર કરવામાં આવી શકે છે.

દાહોદના આ બહુચર્ચિત કૌભાંડમાં ઊઉની કાર્યવાહીથી કેસે નવો વળાંક લીધો છે. સરકારી ગ્રાન્ટની કથિત હેરાફેરીમાં સંડોવાયેલા લોકો સામે તપાસ આગળ વધતા આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.

સરકારી ગ્રાન્ટની કથિત હેરાફેરી અને નકલી કચેરીઓના કૌભાંડમાં ઊઉની આ કાર્યવાહીથી હવે તપાસનો દોર ક્યાં સુધી પહોંચે છે અને અન્ય કયા નામો સામે આવે છે, તેના પર સૌની નજર છે.