દાહોદના મુવાલિયા ક્રોસિંગ કેન્દ્રીય વિદ્યાલય આગળ રોડ પર બનેલી રાયોટીંગની ઘટના ૨૦૦ માણસોના ટોળાએ ચક્કા જામ કરી પોલીસ પર પત્થરમારો કરતાં પાંચથી વધુ પોલીસ કર્મીઓ ને ઈજા

૧૪ જેટલા ઈસમો વિરૂદ્ધ રાઇટીંગનો ગુનો નોંધી ધરપકડનો દોર શરૂ કર્યો.

ગઈકાલે શહેરના ગોધરા રોડ, મુવાલીયા ક્રોસિંગ, કેન્દ્રીય વિદ્યાલય આગળ કોઈપણ જાતની પરમિશન વગર આશરે ૨૦૦ જેટલા ઈસમોના ટોળાએ રસ્તા પર સ્કોર્પિયો તથા ડીજે આડુ મૂકી રસ્તા વચ્ચે બેસી જાહેર રસ્તો રોકી ચક્કાજામ કરી પોલીસ પર પથ્થરમારો કરી પાંચથી વધુ પોલીસ કર્મીઓને ગંભીર ઈજાઓ પહોંચાડી પોલીસની કાયદેસરની ફરજમાં ‚કાવટ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડી ભારે ધીંગાણું મચાવતાં પોલીસે ૧૪ જેટલા ઈસમો વિ‚દ્ધ રાઇટીંગનો ગુનો નોંધી ધરપકડનો દૂર શરૂ કર્યાનું જાણવા મળ્યું છે.

ગઈકાલે વિશ્ર્વ આદિવાસી દિવસની દાહોદ શહેર સહિત જીલ્લામાં ઉત્સાહભેર ઉજવણી થઈ રહી હતી. અને દાહોદમાં નીકળેલી વિરાટ આદિવાસી રેલી પોતાની અડધાથી વધુ મજલ કાપી ચૂકી હતી. તે દરમિયાન શહેરના ગોધરા રોડ પર મુવાલિયા ક્રોસિંગ, કેન્દ્રીય વિદ્યાલય આગળ બપોરના દોઢ સ્વર વાગ્યાથી સાડા ત્રણ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન દાહોદ તાલુકાના નગરાળા ગામના ક્રિષ્ના મે ચારેલ, ટીકુ પૂર્વે નિર્મલ ચારેલ, નીમનળીયા ગામના દેવેન્દ્ર લક્ષ્મણ મેડા, નગરાળા ગામના અજય કસના ચારેલ, મહેન્દ્ર રમેશ માવી, ગડોઈ ગામના ધીરજ ગોરધન હઠીલા, અનિલ તારસિંગ હઠીલા, વી મહેશ જવસિંગ પલાસ, રાબડાલ ગામના જીગર રમસુ નીનામા, બાવકા ગામના વિકાસ ભરત લઈ બીલવાળ, ચિલાકોટા ગામના આશિષ ડામોર, રાબડાલ ગામના શંકર પરમાર, સતીશ બબેરિયા વગેરેએ કોઈપણ જાતની પરમિશન વગર આશરે ૨૦૦ માણસોના ટોળાને ભેગું કરી, રસ્તા પર સ્કોર્પિયો તથા ડીજે આડુ મૂકી રોડ વચ્ચે બેસી તથા ઊભા રહી જાહેર રસ્તો રોકી ગુન્હાઈત કાવત‚ં રચતા ઘટના અંગેની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી લોકોના ટોળાને સમજાવવાની ભરપૂર કોશિષ કરી હતી. પરંતુ સમજવાને બદલે એકત્રિત થયેલા ટોળાએ મારક હથિયારો ધારણ કરી પોલીસ પર પથ્થર મારો કરી હિંસક હુમલો કરતા પોલીસ એકાએક થયેલા હુમલાથી ડઘાઈ ગઈ હતી. પોલીસ પર કરવામાં આવેલા પથ્થરમારામાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ સીમાબેન પરમારને જમણા કાન પર પથ્થર વાગતા ઈજા થવા પામી હતી તથા શિવાની શવાસ આ કોન્સ્ટેબલ મનીષકુમાર રાજુભાઈને પગમાં છૂટો પથ્થર વાગતા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ભગોરાને માથામાં પથ્થર વાગતા ગંભીર ઈજા થવા પામી હતી. તેમજ ફરજ પર હાજર રહેલા અન્ય પોલીસ કર્મીઓને પણ પથ્થર મારામાં ઈજા થવા પામી હતી. આમ પોલીસની કાયદેસરની સરકારી ફરજમાં ‚કાવટ ઊભી કરી પોલીસને ધાક ધમકીઓ આપી અન્ય મિલકતને નુકસાન પહોંચાડી ભારે ધીંગાણું મચાવ્યું હતું.

સંબંધે દાહોદએ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધર્મેશ સંપતરાવ લાડે દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઉપરોક્ત ૧૪ ઈસમો વિ‚દ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૨૧(૨), ૧૨૧(૧), ૧૮૯(૨), ૧૯૧(૨),૧૯ ૧(૩),૩૫૧(૨),૩૫૨,૩૨૪,૧૨૬,૬૧(૨) તથા જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબ રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ધરપકડનો દોર શ‚ કરી દીધો છે.