દાહોદના જેકોટમાં માલગાડીનો ડબ્બો પાટા પરથી ઉતરી પડતા અપ ટ્રેકની ટ્રેનોની ગતિ ધીમી કરાઈ

દાહોદ નજીક જેકોટ અને મંગલમહુડી રેલ્વે સ્ટેશન વચ્ચે ડાઉન ટ્રેક પર દાહોદ તરફ આવી રહેલી એક માલગાડીનો ડબ્બો પાટા પરથી નીચે ઉતરી જવાની ધટના બની છે. સોમવારના રોજ રાત્રે ૮ વાગ્યાના અરસામાં આ બનાવ બનતા જ રેલ્વે તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ધટનાની ગંભીરતાને ધ્યાને લઈ તુરંત જ દાહોદ રેલ્વે સ્ટેશન પર ઈમરજન્સી સાઈરન વાગ્યુ હતુ. જેના પગલે રેલ્વે ઈમરજન્સી ટીમ અને ટેક્નિકલ નિષ્ણાંતોનો કાફલો તાત્કાલિક ધટના સ્થળ તરફ રવાના થઈ ગયો હતો.

જેકોટ અને મંગલમહુડી વચ્ચે ડાઉન લાઈન દાહોદ તરફ ગતિ કરી રહેલી માલગાડીનો એક ડબ્બો અચાનક પાટા પરથી નીચે ઉતરી ગયો હતો. સાઈરનનો તિવ્ર અવાજ સાંભળીને સક્રિય થયેલી રેલ્વે સુરક્ષા અને એક્સિડન્ટ રિલીફ ટીમ ત્વરિત કામે લાગી હતી. આ અકસ્માત અપ ટ્રેક પર સર્જાતા આ ‚ટ પરની રેલ્વે આવન-જાવન પર આંશિક અસર પડી હતી. અને સુરક્ષાના ભાગ‚પે કેટલીક ટ્રેનો તથા માલગાડીઓને યોગ્ય સલામતી અંતરે રોકી દેવાઈ હતી. જોકે અપ ટ્રેક ઉપરથી ધીમી ગતિએ ટ્રેનો પસાર કરાઈ હતી.ડાઉન ટ્રેક પર આવતી ટ્રેનો પ્રભાવિત થઈ હતી. પશ્ર્ચિમ એકસપ્રેસને લીમખેડા રોકી દેવાની ફરજ પડી હતી.રેલ્વે તંત્ર દ્વારા પાટા પરથી ઉતરેલા ડબ્બાને સુરક્ષિત રીતે ખસેડીને ટ્રેકને વહેલી તકે પુર્વવત કરવા માટે યુદ્ધના ધોરણે મરામત અને રેસ્ટોરેશનની કામગીરી ચાલુ કરાઈ હતી.