દાહોદમાં જન્માષ્ટમી પર્વની આનંદોત્સાહ સાથે ઉલ્લાસભેર ઉજવણી

ઈસ્કોન મંદિર ખાતેથી ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા નીકળી,મધરાતે કૃષ્ણ જન્મના દર્શનાર્થે શહેરના મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ.

દાહોદ શહેરમાં જન્માષ્ટમી પર્વે વિવિધ ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા તેમજ મધરાતે કૃષ્ણ જન્મ જગ્યાએ મટકી ફોડ કાર્યક્રમ તથા શહેરના ઇસ્કોન મંદિરેથી નીકળેલ દર્શન માટે મંદિરોમાં થયેલ ભારે ભીડને કારણે સમગ્ર દાહોદ શહેર કૃષ્ણમય બન્યું હતું. રાવણ વધ અષ્ટમી એટલે કે જન્માષ્ટમી પર્વે ભગવાન શ્રીકૃષ્ણના જન્મને વધાવવા દાહોદ વાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ શહેરમાં જગ્યાના અભાવે મેળાનું આયોજન ન કરાતા દાહોદ વાસીઓ દાહોદના ઇતિહાસમાં સૌ પ્રથમવાર જનમાષ્ટમી પર્વે મેળાના આનંદથી વંચિત રહ્યા હતા. જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરના મંદિરો સજાવવામાં આવ્યા હતા. અને આખા દિવસની જન્માષ્ટમીની ઉલ્હાસભેર ઉજવણી બાદ મધરાતે કૃષ્ણ જન્મના દર્શન માટે શહેરના મંદિરોમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. અને ભાવિકોએ કૃષ્ણના જન્મના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે શહેરના ગોધરા રોડ પર જલારામ પાર્ક આવેલ ઈસ્કોન મંદિર ખાતેથી ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય શોભા યાત્રા બેન્ડવાજાની ભક્તિસભર ગીતોની સુરાવલીઓ વચ્ચે ઇસ્કોન ની ભજન મંડળીના ભજનો સાથે નીકળી હતી. જે ગોધરા રોડ જકાતનાકા થઈ તળાવ જનતા ચોકથી પરત ફરી નીલકંઠેશ્ર્વર મહાદેવ મંદિરેથી પરત ઇસ્કોન મંદિરે આવી હતી. જયાં શોભાયાત્રાનું શાસ્ત્રોક્ત વિધિથી સમાપન થયું હતું. વિવિધ ભક્તિમય ઝાંખીઓ તેમજ હેરત ભર્યા અંગ કસરતના દાવોએ શોભાયાત્રામાં ભારે આકર્ષણ જણાવ્યું હતું. શોભાયાત્રામાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત ભાજપના અગ્રણીઓ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.