દાહોદ શહેરમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાન્ચમાં ત્રણ શખ્સોખે ગુનાહિત કાવતરૂ રચી સાઈબર ફ્રોડના કુલ રૂ.7,50,000/-સગેવગે કરવા પોતાના બેંક એકાઉન્ટમાં જમાં થતાં સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સાવરીયા ઓટો પાર્ટ્સના પ્રોપરાઈડર, ભાવેશ વનરાજસિંહ સતભાઈ અને તેજરા ગીરિશભાઈ બામણ(તમામ રહે.રાછરડા, તા.જિ.દાહોદ)અને અન્ય એક શખ્સે ગુનાહિત કાવતરૂ રચ્યુ હતુ. દાહોદ શહેરમાં બહારપુરા વિસ્તારમાં આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાન્ચમાં પોતાના અલગ અલગ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો. ગત તા.19 મે 2025ના રોજ સાયબર ફ્રોડના કુલ રૂ.7,50,000/-સગેવગે કરવા સારૂ કાયમી પોતાના બેંક એકાઉન્ટમાં સાયબર ફ્રોડમાં રૂપિયા જમાં થતા હોવાનુ જાણવા છતાં અવાર નવાર સાયબર ફ્રોડના રૂપિયા જમાં કરાવી અલગ અલગ રીતે રૂપિયા ઉપાડી સગેવગે કરી લીધાનુ કોૈભાંડ બહાર આવ્યુ હતુ. આ સંબંધે દાહોદ એ-ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.