દાહોદ શહેરના સહકાર નગર ખાતેથી એક રહેણાંક મકાનમાંથી દાહોદ એ-ડીવીઝન પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો રૂ.60 હજારનો જથ્થો કબ્જે કર્યાનુ જાણવા મળે છે.
દાહોદ જિલ્લા કલેકટરનુ ચાઈનીઝ દોરી માંજા પર પ્રતિબંધ મુકતુ જાહેરનામું અમલી છે. ત્યારે દાહોદ પોલીસે શહેરમાંથી ચાઈનીઝ દોરીનો 60 હજારની કિંમતનો જથ્થો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. જોકે જેના ત્યાં આ ચાઈનીઝ દોરીનો જથ્થો મળ્યો છે. તે ફરાર હોવાનુ જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ પોલીસને શહેરના સહકાર નગરમાં એક વ્યક્તિના ધરે ચાઈનીઝ દોરો હોવાની બાતમી મળી હતી. તેના આધારે પોલીસે સહકાર નગરમાં રહેતા પ્રશાંત રસીક દેવડાના ધરે તપાસ કરતા તેમના મકાનમાંથી ચાઈનીઝ દોરીની કુલ 120 નંગ રીલ જેની કિ.રૂ.60,000ની વેચાણ રાખવા માટે મુકી રાખેલ હતી. તેની પોલીસે ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કરી અને કલેકટરના જાહેરનામાંના ભંગ કર્યા સંદર્ભેની કાર્યવાહી કરી છે. જોકે પ્રશાંત પોલીસ પકડવામાં આવ્યો નથી. ઉત્તરાયણના તહેવારે આ ચાઈનીઝ દોરી વેચી મોટો નફો લેવા માટે આ જથ્થો લવાયો હતો. પરંતુ આ જીવલેણ ચાઈનીઝ દોરીનો પતંગ રસીયાઓએ ઉપયોગ ન કરવો જોઈએ. જેથી કરીને પક્ષી અને લોકોને તેમજ જાનહાનિથી બચી શકે.